નવી દિલ્હી: આઇપીએલમાં શરૂઆતમાં હાર બાદ મુંઇબ ઇન્ડિયન્સે તેની બીજી મેચમાં શાનદાર રીતે વાપસી કરી છે. કોલકાતા નાઇટરાઇડર્સને 49 રનથી હરાવી મુંબઇએ તેમની પ્રથમ જીત નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા કંઇ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો. આ મેચ દરમિયા હાર્દિકના પુત્ર અગસ્ત્ય (Agastaya) અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) મુંબઇને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.


આ પણ વાંચો:- IPL 2020: ગાવસ્કરે વિરાટ પર કરી ટિપ્પણી, અનુશ્કાએ આપ્યો સણસણતો જવાબ


હાર્દિક પંડ્યાએ તેના પુત્ર અગસ્ત્ય અને તેની પત્ની નતાશાની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં અગસ્ત્ય અને નતાશાએ મુંબઇ ઇન્ડિયનની બ્લ્યૂ અને ગોલ્ડ કલરની ટી-શર્ટ પહેલી છે અને ટીમને સપોર્ટ કરી રહ્યાં છે.


આ ફોટોને મુંબઇ ઇન્ડિયન્સે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી છે. હાર્દિકના પુત્ર અગસ્ત્ય અને તેની પત્ની નતાશાની ફોટો શેર કરી, તેના પર કેપ્શન લખ્યું છે #વન ફેમેલી (#OneFamily).


IPL 2020 KXIP vs RCB: હાર બાદ વધુ એક મુશ્કેલીમાં Virat Kohli, આ કારણે ફટકાર્યો દંડ


તમને જણાવી દઇએ કે કેકેઆરની સામે મુંબઇની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું પરંતુ હાર્દિક પંડ્યાએ સૌને નિરાશ કર્યા હતા. આ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર 13 રન બનાવી હિટવિકેટ (Hit Wicket) થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube