IPL 2020 KXIP vs RCB: હાર બાદ વધુ એક મુશ્કેલીમાં Virat Kohli, આ કારણે ફટકાર્યો દંડ

આરસીબી (RCB) ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

IPL 2020 KXIP vs RCB: હાર બાદ વધુ એક મુશ્કેલીમાં Virat Kohli, આ કારણે ફટકાર્યો દંડ

દુબઇ: આરસીબી (RCB) ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુરૂવારના રમાયેલી આ મેચમાં બેંગ્લોરની ટીમને 97 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રેસ રિલીઝ અનુસાર આઇપીએલની ન્યૂનતમ ઓવર સ્પીડ ઉલ્લંઘનથી સંબંધિત આચાર સંહિતાના અંતર્ગત તેની ટીમને આ સીઝનનું પહેલું ઉલ્લંઘન હતું, કોહલીને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે તેમની બોલિંગ દરમિયાન ઘણી ફોર-સિક્સ મારી જેના કારણે તેમની બેટિંગ 1 કલાક 51 મિનિટ સુધી ચાલી અને તેનું નુકસાન વિરાટ કોહલીને ભોગવવું પડ્યું.

વિરાટ કોહલી માટે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ભૂલી જવા જેવી હતી કારણ કે, કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી સદી ફટકારનાર કેપ્ટન કેએલ રાહુલ (69 બોલમાં 132 રન)ના 2 કેચ પણ ચોડ્યા હતા. જે તેની ટીમ માટે ભારે સાબિત થયા અને તે બેટિંગમાં પણ સારૂ પ્રદર્શન કરી શક્યો નહીં. કોલહીએ રાહુલના કેચ ત્યારે છોડ્યા જ્યારે તે 83 રન અને 89 રન પર રમી રહ્યો હતો. (ઇનપુટ- ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news