Team India: જૂનમાં હાર્દિક પંડ્યા રમશે WTC ફાઈનલ? દુનિયા સામે કર્યુ મોટુ એલાન
Hardik Pandya Press Conference: ઈંગ્લેન્ડના હાલાત ફાસ્ટ બોલરોને મદદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રમવાના સૌથી મોટા દાવેદાર તરીકે નજરે આવી રહ્યા છે. ભારત માટે જૂનમાં ઓસ્ટ્રેલિયા જેવી ખતરનાક ટીમ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ રમશે કે કેમ તે અંગે ખુદ હાર્દિક પંડ્યાએ મોટો ખુલાસો કર્યો છે.
Hardik Pandya Statement: ભારતે આ વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ રમવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. ઈંગ્લેન્ડના હાલાત ફાસ્ટ બોલરોને મદદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રમવાના સૌથી મોટા દાવેદાર તરીકે જોવામાં આવે છે.
હાર્દિક પંડ્યા જૂનમાં રમશે WTC ફાઈનલ?
ભારત માટે જૂનમાં ઓસ્ટ્રેલિયા જેવી ખતરનાક ટીમ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ રમશે કે કેમ તે અંગે ખુદ હાર્દિક પંડ્યાએ મોટો ખુલાસો કર્યો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું, 'મેં ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો 1 ટકા પણ પ્રયાસ કર્યો નથી, તેથી એ કહેવું યોગ્ય નહીં હોય કે ટીમમાં મારી જગ્યા કોઈએ લઈ લીધી છે. જો મારે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું હોય તો હું મારી જાતને સુધારીશ અને ટીમમાં મારું સ્થાન મેળવીશ. એટલા માટે હું ત્યાં સુધી ટેસ્ટ ટીમમાં હાજર રહીશ નહીં જ્યાં સુધી મને લાગશે કે મેં મારું સ્થાન રમાઈ લીધું છે. તેથી જ્યાં સુધી મને લાગતું નથી કે મેં મારું સ્થાન મેળવી લીધું છે ત્યાં સુધી હું WTC ફાઇનલ અથવા ભાવિ ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ રહીશ નહીં.
આ પણ વાંચો
અંતરિક્ષમાં જવું હોય તો 6 કરોડ ખર્ચો, ઈસરોના પ્રમુખે જણાવ્યો સંપૂર્ણ પ્લાન
દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs
પીળા દાંતના કારણે આવે છે શરમ ? તો અજમાવો આ ચારમાંથી કોઈ એક નુસખો, દાંત થઈ જશે સફેદ
દુનિયાની સામે મોટી જાહેરાત
તમને જણાવી દઈએ કે બોલિંગ અને બેટિંગમાં હાર્દિક પંડ્યાના તોફાની પ્રદર્શનને જોઈને ફેન્સ ટેસ્ટ ટીમમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાએ તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2018માં ઈંગ્લેન્ડ સામે સાઉથમ્પટનમાં રમી હતી. હાર્દિક પંડ્યાની વર્ષ 2019માં સર્જરી થઈ હતી અને ત્યારથી તે ભારતીય ટેસ્ટ ટીમની બહાર છે. ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન અંગે હાર્દિક પંડ્યાએ કહ્યું, 'હું ભારતીય ટેસ્ટ ટીમમાં ત્યારે વાપસી કરીશ જ્યારે મને લાગશે કે મારા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનો યોગ્ય સમય આવી ગયો છે. અત્યારે હું વ્હાઈટ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, જે મહત્વપૂર્ણ છે.
છેલ્લી ટેસ્ટ વર્ષ 2018માં ઈંગ્લેન્ડ સામે સાઉથમ્પટનમાં રમાઈ હતી
29 વર્ષીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની બેટિંગ માટે જાણીતો છે. હાર્દિક પંડ્યા કિલર ફાસ્ટ બોલિંગ પણ કરે છે. હાર્દિક પંડ્યા સતત 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 532 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાની એવરેજ 31.29 છે અને તેનો સ્ટ્રાઈક રેટ 73.88 છે. હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. હાર્દિક પંડ્યાએ ટેસ્ટ ક્રિકેટમાં પણ 11 વિકેટ ઝડપી છે. હાર્દિક પંડ્યાએ તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2018માં ઈંગ્લેન્ડ સામે સાઉથમ્પટનમાં રમી હતી.
આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું
અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube