નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝથી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરશે. પંડ્યા ઈજાને કારણે વિન્ડીઝ પ્રવાસમાથી બહાર રહ્યો હતો પરંતુ હવે લાગી રહ્યું છે કે 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી સિરીઝ માટે તે પૂરી રીતે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જીમમાં એક્સરસાઇઝ કરતો જોવા મળી રહ્યો છે. પંડ્યાએ આ વીડિયોની સાથે કેપ્શન આપ્યું છે, 'જમ્પિંગ ઇન ટુ ધ વીકએન્ડ-  #keeptraining'


પંડ્યા તેમાં જમ્પિંગ કરતો જોવા મળી રહ્યો છે. પંડ્યા કમર અને પીઠની કસરત કરી રહ્યો છે. તેમાં તેણે પોતાની કમરની સાથે એક ઇલાસ્ટિક બાંધેલુ છે અને તે આગળ છલાંગ લગાવી રહ્યો છે. વીડિયોમાં ટ્રેનરનો અવાજ પણ સાંભળી શકાય છે જે તેને પ્રેરિત કરી રહ્યો છે. 


ઉલ્લેખનીય છે કે આ ઓલરાઉન્ડર કમરમાં પરેશાનીનો સામનો કરી રહ્યો છે. 2018મા રમાયેલા એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં પણ પીઠ દર્દને કારણે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પણ તે પીઠની ઈજાને કારણે બહાર રહ્યો હતો. 

કેપ્ટન વિરાટ કોહલીની મદદથી મળી હેટ્રિકઃ બુમરાહ 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝનો પ્રારંભ 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં રમાનારા મુકાબલાની સાથે થશે. ત્યારબાદ મોહાલીમાં 18 સપ્ટેમ્બરે બીજી મેચ રમાશે. સિરીઝનો ત્રીજો મુકાબલો 22 સપ્ટેમ્બરે બેંગુલુરૂમાં રમશે.