કેપ્ટન વિરાટ કોહલીની મદદથી મળી હેટ્રિકઃ બુમરાહ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે, આ હેટ્રિક માત્ર અને માત્ર વિરાટ કોહલીની મદદથી સંભવ બની છે. 
 

કેપ્ટન વિરાટ કોહલીની મદદથી મળી હેટ્રિકઃ બુમરાહ

કિંગસ્ટન (જમૈકા): શાનદાર લાઇન-લેંથ, ઝડપી ગતિ અને ઉછાળથી આ દિવસોમાં વિન્ડીઝના બેટ્સમેનોને બેકફુટ પર ઘકેલી રહેલા જસપ્રીત બુમરાહે શનિવારે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ હેટ્રિક પણ ઝડપી છે. બુમરાહે આ હેટ્રિકનો શ્રેય કેપ્ટન વિરાટ કોહલીને આપ્યો છે. બુમરાહ દ્વારા વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનને આઉટ કર્યા બાદ સ્ટમ્પ માઇકમાં સાંભળવા મળ્યું કે કોહલી કહી રહ્યો હતો, ''કેટલો શાનદાર બોલર છે આ. કેટલો શાનદાર બોલર છે.

આ ફાસ્ટ બોલરે સિરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં હેટ્રિક સહિત 6 વિકેટ ઝડપી હતી. તેની હેટ્રિકનો શ્રેય કેપ્ટન કોહલીને પણ જાય છે, જેણે રોસ્ટન ચેઝ વિરુદ્ધ રિવ્યૂ લીધું, જેને પહેલા મેદાની અમ્પાયર પોલ રેફેલે નોટઆઉટ આપ્યો હતો. પરંતુ રિવ્યૂ બાદ તે આઉટ જણાયો અને બુમરાહની હેટ્રિકનો ત્રીજો શિકાર બન્યો હતો. 

'બીસીસીઆઈ ટીવી' પર વાતચીત દરમિયાન કોહલીએ માઇક પકડ્યું હતું અને બુમરાહે કહ્યું, 'સાચુ કહું તો મને ખ્યાલ નહતો, હું આ અપિલ વિશે ચોક્કસ નહતો. મને લાગ્યું કે, તે બેટ હતું અને તેથી મેં વધુ અપીલ ન કરી પરંતુ અંતમાં તે સારૂ રિવ્યૂ રહ્યું. તેથી મને લાગે છે કે આ હેટ્રિક કેપ્ટનની મદદથી મળી છે.'

— BCCI (@BCCI) September 1, 2019

બુમરાહે કહ્યું, 'ક્યારેક જ્યારે વિકેટ પરથી એટલી મદદ મળે છે, જેમ અમે છેલ્લી ઈનિંગમાં પણ જોયું તેમાં ઘણો ઉછાળ હતો અને તેને ઘણો ઉછાળ મળી રહ્યો હતો. તેને મૂવમેન્ટ પણ મળી રહી હતી.'

તેણે કહ્યું, 'તેથી ક્યારેક, જ્યારે આટલી મદદ મળે છે તો તમે લલચાય જાવ છો. તમે વિકેટ માટે આક્રમક થઈ શકો છો અને તે સમયે તમારે વસ્તુ સરળ રાખવાની હોય છે. તમે સારો બોલ ફેંકીને દબાવ વધારવાનો પ્રયત્ન કરો છો. મારા મજગમાં આ બધી વસ્તુ ચાલી રહી હતી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news