હોકીઃ પુરૂષ ટીમના કોચ બન્યા હરેન્દ્ર સિંહ, મહિલા ટીમ કોચ પદ પર મરેનની વાપસી
કોંગ્રેસના નેતા પવન ખેડાએ 28 એપ્રિલે કેટલાક કાગલો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે ઉર્જા મંત્રી રહેતા ગોયલે પોતાની કંપની એક ખાનગી કોર્પોરેટને એક હજાર ગણી વધુ કિંમત પર વેંચી.
નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ મંગળવારે હરેન્દ્ર સિંહને ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચના પદ્દ પર નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ સાથે 44 વર્ષીય નેધરલેન્ડની નિવાસી શુઅર્ડ મરેનની મહિલા હોકી ટીમના કોચ પર પર ફરી એકવાર પાવસી થઈ છે. વર્ષ 2016માં ભારતની જૂનિયર હોકી ટીમને લખનઉમાં યોજાયેલી ઉત્તર પ્રદેશ હોકી વિશ્વકપનું ટાઇટલ અપાવનાર હરેન્દ્રને ગત વર્ષે સપ્ટેમ્બરમાં મહિલા હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
હરેન્દ્રના માર્ગદર્શનમાં ભારતીય મહિલા હોકી ટીમે આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત રાષ્ટ્રમંડળ ગેમ્સમાં સેમિફાઇનલ સુધીની સફર કરી હતી. ગત વર્ષે તેમના કોચિંગમાં મહિલા ટીમે મહિલા એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું.
મરેનના માર્ગદર્શનમાં પણ મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે હોકી વર્લ્ડ લીગ સેમિફાઇનલમાં ક્વોલિફાઇ કર્યું.
એચઆઈના મહાસચિવ મોહમ્મદ મુશ્તાકે કહ્યું, હરેન્દ્ર પોતાની સાથે સારો અનુભવ લાવી રહ્યાં છે અને તેમણે હોકી ઈન્ડિયા લીગમાં પુરૂષ ટીમના કોચ પદનો કાર્યભાર સંભાળ્યો છે, મરેનનો મહિલા ટીમની સાથે કોચ પદ્દનો કાર્યકાળ સફળ રહ્યો અને આશા છે કે તેણે પહેલા જે કર્યું તે ભવિષ્યમાં જારી રાખશે.
મરેન અને હરેન્દ્રએ પોતાની નવી જવાબદારી પર સંતોષ વ્યક્ત કર્યો છે. મરેને કહ્યું, હું મહિલા ટીમના કોચ પદ પર પરત ફરીને ખુશ છું અને હવે ટીમને મજબૂતી આપવા તૈયાર છું. અમારી નજર હવે મહિલા હોકી વિશ્વકપ 2018 પર હશે.
હરેન્દ્રએ પોતાના નિવેદનમાં કહ્યું, મારા માટે પુરૂષ હોકી ટીમનું કોચ બનવું ગર્વની વાત છે. મહિલા હોકી ટીમની સાથે અત્યાર સુધીની સફર શાનદાર રહી. મારી પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ હું એચઆઈનો આભારી છું.