નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટી20 ફોર્મેટની કેપ્ટન હરમનપ્રીત કૌરની માર્કશીટ નકલી હોવાની પુષ્ટિ થયા પછી હવે તેની પંજાબ પોલીસની ડીસીપીની નોકરી પર તલવાર લટકી રહી છે. રમતજગતના ક્ષેત્રમાં ઉત્તર પ્રદર્શન કરનાર ખેલાડીઓને જે-તે રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ ક્વોટા હેઠળ સરકારી નોકરી આપવાની જોગવાઈઓ છે. આવી જ રીતે ભારતીય મહિલા ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરની પંજાબ સરકારે DSP તરીકે વરણી કરી હતી. જો કે પોલીસ વેરિફિકેશન દરમિયાન હરમનપ્રીત કૌરની ગ્રેજ્યુએશનની ડિગ્રી ખોટી નીકળતાં પંજાબ સરકારે તેને DSP પદ પરથી હટાવી દીધી હોવાના તેમજ તેનું કોન્સ્ટેબલના પદ પર ડિમોશન કરવાના મામલે વિચારણા થઈ રહી હોવાના સમાચાર છે. હાલમાં હરમનપ્રીત કૌરની પસંદગી 2016-17ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇમ્સ ઓફ ઇન્ડિ્યાના સમાચાર પ્રમાણે પહેલી માર્ચના રોજ ડીએસપી તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ હતી. દસ્તાવેજોમાં તેણે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી દ્વારા ઈશ્યૂ કરેલ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ જમા કરાવી હતી. પંજાબ પોલીસના સુત્રોનું કહેવું છે કે તે માત્ર 12 પાસ છે અને આ કારણે કોન્સ્ટેબલના પદ માટે જ યોગ્યતા ધરાવે છે. તે બીએ પાસ ન હોવાના કારણે તેને DSPનું પદ ન આપી શકાય. 


હરમનપ્રીત કૌરના મેનેજરનું કહેવું છે કે આ મામલે અમને પંજાબ પોલીસ તરફથી કોઈ સત્તાવાર પત્ર નથી મળ્યો. આ હરમનપ્રીતની એ જ ડિગ્રી છે જે રેલવેમાં નોકરી દરમિયાન જમા કરાવવામાં આવી હતી. એ નકલી કઈ રીતે હોઈ શકે?


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...