મોસ્કોઃ ફીફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટનો એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે વિશ્વભરના સ્ટાર ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. 2018 ફીફા વર્લ્ડ કપમાં તેવા કેટલાક દિગ્ગજ ફુટબોલ ખેલાડી છે, જેની વચ્ચે આ એવોર્ડને પોતાના નામે કરવાની હોડ લાગેલી હતી. જો કે ગોલ્ડન બૂટ એવોર્ડ જીતવાની દોડમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન સૌથી આગળ છે. કેને આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ગોલ કર્યા હતા. તેનો રેકોર્ડ કોઇ તોડી શક્યું નહોતું. જેથી તેને જ ગોલ્ડ બુટ એવોર્ડ એનાયત કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફુટબોલના આ મહાસમરની શરૂઆત પહેલા ઇંગ્લેન્ડ કોઇ મોટી દાવેદાર ટીમ નહોતી મનાતી. પરંતુ કેને પોતાનાં પ્રદર્શનથી ટીમનો મનોબળ વધ્યું હતું. અને ટીમ સેમીફાઇનલ સુધી પહોંચાડી હતી. તેમણે છ મેચની આ રમત અને તેટલા જ ગોલ કર્યા હતા. કેન ફુટબોલ વર્લ્ડ કપમાં ગોલ્ડન બુટ જીતનારો ઇંગ્લેન્ડો બીજો ખેલાડી છે. તે પહેલા 1986માં મૈક્સિકોમાં યોજાયેલા વર્લ્ડકપમાં ગૈરી લિનાકરે ગોલ્ડન બુટ જીત્યું હતું. લિનાગરે પણ છ ગોલ જ ફટકાર્યા હતા. 


એક નજર કરીએ આ ટૂર્નામેન્ટમાં હાલમાં ક્યો સ્ટાર ફુટબોલર ગોલ્ડન બૂટની દોડમાં સૌથી આગળ છે. 



ફીફા વર્લ્ડ કપ 2018 કોના કેટલા ગોલ


1. હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ (ગોલ્ડન બૂટ વિનર)


2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) - 4 ગોલ


3. ડેનિસ ચેરિશેવ (રૂસ) - 4 ગોલ


4. રોમેલુ લુકાકૂ (બેલ્જિયમ)- 4 ગોલ


5. એન્ટોનિયો ગ્રીજમૈન (ફ્રાન્સ) - 4 ગોલ


6. આર્ટેમ ડેજુબા (રૂસ) - 3 ગોલ


7. ડિએગો કોસ્ટા (સ્પેન) - 3 ગોલ


8. ઈડન હેજર્ડ (બેલ્જિયમ) - 3 ગોલ


9. એડિસન કવાની (ઉરુગ્વે) - 3 ગોલ


10. કાઇલિયાન એમ્બાપ્પે (ફ્રાન્સ) - 3 ગોલ


11. યેરી મીના (કોલંબિયા) - 3 ગોલ


આખરી 4 વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ વિનર


વર્લ્ડ કપ 2014: જેમ્સ રોડ્રિગેજ (કોલંબિયા) - 6 ગોલ


વર્લ્ડ કપ 2010: થોમસ મુલર (જર્મની) - 5 ગોલ


વર્લ્ડ કપ 2006: મિરોસ્લાવ ક્લોજ (જર્મની) - 5 ગોલ 


વર્લ્ડ કપ 2002: રોનાલ્ડો (બ્રાઝીલ) - 8 ગોલ