આખરે ટીમ ઈન્ડિયાને મળ્યો બુમરાહ જેવો જબરદસ્ત ઘાતક બોલર, રોહિત સહિત સિલેક્ટર્સની ચિંતા ખતમ!
તમામ ખેલાડીઓએ કમાલનું પ્રદર્શન કરીને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે ભારતને એક એવો બોલર પણ મળી ગયો છે જે આવનાર સમયમાં કદાચ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવું નામ કમાવી શકે છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ટી20 ફોર્મેટના કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડને બીજી ટી20માં 7 વિકેટે કારમી હાર આપી છે. તેની સાથે જ ભારતે ત્રણ મેચોની સિરીઝમાં 2-0થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. રોહિતની કેપ્ટનશિપમાં ટીમમાં યુવા ખેલાડીઓને મોકો મળી રહ્યો છે, ત્યારે તે તમામ ખેલાડીઓએ કમાલનું પ્રદર્શન કરીને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે ભારતને એક એવો બોલર પણ મળી ગયો છે જે આવનાર સમયમાં કદાચ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવું નામ કમાવી શકે છે.
પહેલી જ મેચમાં આ બોલરનું શાનદાર પ્રદર્શન
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં હર્ષલ પટેલને ડેબ્યૂનો મોકો મળ્યો હતો. આ બોલર કેટલો ખતરનાક છે તે તો તમામ લોકોએ આઈપીએલ 2021માં જોયું જ હશે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે પણ આવતાની સાથે જ વિરોધી ટીમમાં તોફાન મચાવી દીધી છે. જી હા.. હર્ષલ પટેલને પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચમાં મેન ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો. હર્ષલે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 મહત્ત્વપૂર્ણ વિકેટ મેળવી હતી. ટીમ ઈન્ડિયાના બાકીના બોલર ખર્ચાળ સાબિત થઈ રહ્યા હતા, ત્યારે હર્ષલે આખી મેચનું પાસું જ બદલી નાંખ્યું હતું.
આઈપીએલમાં પણ કર્યો હતો કમાલ
હર્ષલ પટેલ આઈપીએલ 2021માં પણ શાનદાર બોલર તરીકે નામના છોડ છે. આરસીબીના આ ઘાતક બોલરની સામે વિશ્વના મોટા મોટા બેટ્સમેન પાણી ભરતા જોવા મળ્યા, હર્ષલ આઈપીએલ 2021માં સૌથી વધુ વિકેટ ખેરવનાર બોલર બન્યો અને તેણે પર્પલ કેપનો એવોર્ડ પોતાના નામે કર્યો. તેણે આઈપીએલ 2021માં કુલ 32 વિકેટ મેળવી અને તે એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો. જેણે આ રેકોર્ડ માટે ડ્વેન બ્રાવો સાથે બરાબરી કરી હતી. તેના સિવાય હર્ષલ આઈપીએલ 2021માં હેટ્રિક લેનાર એકમાત્ર બોલર છે. હર્ષલ પટેલ હવે ટીમ ઈન્ડિયાના સૌથી ઘાતક બોલર બનીને ઉભરી શકે છે.
ધીમા બોલનો કોઈ જવાબ જ નથી
જો કે, વિશ્વનો કોઈપણ ઝડપી બોલર તેની ઝડપી બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કરે છે. પરંતુ હર્ષલ એક ફાસ્ટ બોલર હોવાના કારણે તેના ધીમા બોલથી દરેક બેટ્સમેનને હેરાન પરેશાન કરી મૂકે છે. ધીમા બોલ પર હર્ષલનું નિયંત્રણ અદ્ભુત છે અને તે છેલ્લી ઓવરોમાં પણ વિકેટ લેવામાં સફળ રહે છે. ગઈ કાલે (શુક્રવાર) ન્યુઝીલેન્ડ સામે પણ હર્ષલે બતાવ્યું કે તે આવનારા સમયમાં કોઈ આશ્ચર્યથી ઓછો નહીં હોય.
ભારતનો સીરિઝ પર કબજો
ભારત- ન્યૂઝીલેન્ડ ટી20 સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાજી મારી લીધી. રાંચીના જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓનો જલવો જોવા મળ્યો, જેના કારણે કીવી ટીમને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ભારતના બન્ને ઓપનર્સની વચ્ચે 117 રનની ભાગીદારીએ મેચનું પાસું ફેરવી નાખ્યું હતું, કેએલ રાહુલ 49 બોલમાં 132.65ની સ્ટ્રાઈક રેટથી 65 રન બનાવ્યા હતા, જેમાં તેમણે 6 સિક્સર અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ માત્ર 36 બોલમાં 152.77ની સ્ટ્રાઈટ રેટથી 1 ચોગ્ગો અને 5 સિક્સરની મદદથી ધમાકેદાર 55 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube