Cricket News: ક્રિકેટના મેદાન પર રોજ અનેક રેકોર્ડ બને છે. બેટર મોટા મોટા છગ્ગા પણ ફટકારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 35 મિનિટમાં સદી શક્ય છે. જો તમને એવું લાગતું હોય કે ન થઈ શકે તો તમે ખોટા છો. આવું થઈ  ચૂક્યું છે અને તે પણ આજથી 100 વર્ષ પહેલા. અમે તમને તેના વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ભલે ટી20 ક્રિકેટમાં મોટા મોટા સ્કોર બની રહ્યા હોય પરંતુ ઈંગ્લિશ  આર્મીમેન પર્સી ફેન્ડરે 1920માં જે કારનામું કર્યું તે આજે પણ અટલ છે. સરેના કેપ્ટન ફેન્ડરે નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા 35 મિનિટમાં સદી ફટકારવાનું કારનામું કર્યું હતું. તે આજે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી ફાસ્ટ સદી છે. ફેન્ડરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શન કર્યું. તેનો પુરાવો એ છે કે તેમણે 19 હજારથી વધુ રન બનાવવા ઉપરાંત 1900થી વધુ વિકેટ પણ લીધી. 


કાઉન્ટી ચેમ્પિયનશીપમાં 25 ફેબ્રુઆરી 1920ના રોજ સરે અને નોર્થમ્પ્ટનશાયર વચ્ચે મુસાબલો શરૂ થયો. નોર્થમ્પ્ટનશાયરે પહેલા રમતા પહેલી ઈનિંગમાં 306 રન કર્યા. લેગ સ્પિનર અને ફાસ્ટ  બોલર ફેન્ડરે 3 વિકેટ પણ લીધી. જવાબમાં સરેએ 160 રન પર 4 વિકેટ ગુમાવી હતી. ડકેટે સદી ફટકારીને ટીમને સંભાળી પરંતુ 26 ઓગસ્ટના રોજ  બીજા દિવસે એલન પીચ અને પાર્સી ફેન્ડરે ફક્ત 42 મિનિટમાં નાબાદ 171 રનની ભાગીદારી કરી નાખી. પીચ પર 200 રન બનાવીને અણનમ રમી રહ્યા હતા. 


India vs Srilanka ODI: ડબલ સેન્ચુરી મારવા છતાં પણ ઈશાન કિશનને નહીં મળે મોકો!


Ind Vs SL: શ્રીલંકા સામે પ્રથમ વનડે સીરિઝ પહેલાં ભારતને ઝટકો, આ સ્ટાર ખેલાડી બહાર


Indian Cricket Team: 24 કલાકમાં બદલાશે ટીમ ઈન્ડિયાની તસવીર, રોહિત-વિરાટની થશે છુટ્ટી


કેટલા બોલ રમ્યા તેનો રેકોર્ડ નથી
પર્સી ફેન્ડરે જો કે ઈનિંગ દરમિયાન કેટલા બોલ ખેલ્યા તેનો કોઈ રેકોર્ડ નથી. પરંતુ તે 40થી 46 બોલ વચ્ચે રહ્યા હશે એવું અનુમાન છે. તેમણે ઈનિંગમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેઓ 113 રન બનાવીને અણનમ રમતા રહ્યા. સરેએ ઈનિંગ 110.4 ઓવરમાં 5 વિકેટ પર 619 રન બનાવીને ડિક્લેર કરી હતી. જવાબમાં નોર્થમ્પ્ટનશાયરની ટીમ બીજી ઈનિંગમાં 430 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ફેન્ડરે પાછા 2 વિકેટ લીધા. સરેએ 118 રનના લક્ષ્યને 2 વિકેટ ગુમાવીને મેળવી લીધુ. બીજી ઇનિંગમાં ફેન્ડરને બેટિંગની તક મળી નહતી. 


5 જગ્યાએ ફ્રેક્ચર
ફેન્ડર આર્મીમેન હતા. તેઓ રોયલ ફ્લાઈંગ સેનાનો ભાગ રહ્યા અને વર્લ્ડ વોરમાં પણ ભાગ લીધો. આ દરમિયાન તેઓ ભારત આવ્યા હતા. ક્રિકેટ સાથે તેમને ફૂટબોલનો પણ શોખ હતો. રેકોર્ડ બનાવતા પહેલા 1918માં ફૂટબોલ રમતા તેમનો ડાબો પગ 5 જગ્યાએથી તૂટી ગયો હતો. આ કારણે તેમણે લગભગ એક વર્ષ સુધી રમતથી દૂર રહેવું પડ્યું. 1985માં 92 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમણે ઈંગ્લેન્ડ તરફથી 13 ટેસ્ટ રમી હતી. 2 અડધી સદીના સહારે 380 રન કર્યા. 41ની સરેરાશથી 29 વિકેટ લીધી. 90 રન આપીને 5 વિકેટ એ તેમને શ્રેષ્ઠ પ્રદર્શન હતું.


જુઓ લાઈવ ટીવી 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube