T20 વિશ્વકપમાંથી કેમ બહાર થઈ ગઈ ટીમ ઈન્ડિયા, જતા-જતા રવિ શાસ્ત્રીએ ગણાવી ખામી
ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રી નામીબિયા વિરુદ્ધ છેલ્લીવાર જોવા મળ્યા. તેમનો કાર્યકાળ ટી20 વિશ્વકપ 2021 સુધીનો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનથી નિરાશ છે. શાસ્ત્રીનો કાર્યકાળ વિશ્વકપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા (Team India) તેમના કાર્યકાળમાં આઈસીસીની કોઈ ટૂર્નામેન્ટ જીતી શકી નહીં.
નામીબિયા (IND vs NAM T20) વિરુદ્ધ અંતિમ ગ્રુપ મુકાબલા પહેલા શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યુ કે, ટીમ ઈન્ડિયાની સાથે તેમનો કાર્યકાળ શાનદાર રહ્યો. તેમણે સાથે કહ્યું કે, બાયો બબલ (bio-bubble) માં રહીને ખેલાડી માનસિક રૂપથી પ્રભાવિત થયા છે.
શાસ્ત્રી પ્રમાણે, 'બાયો બબલમાં 6 મહિના સુધી રહેવું સરળ કામ નથી. કોરોનાને લઈને આઈસીસી અને તમામ ક્રિકેટ બોર્ડે વિચારવું પડશે. ખેલાડી માનસિક રીતે પ્રભાવિત થયા છે. તેના માટે જો કોઈ પગલા ભરવામાં ન આવ્યા તો ખેલાડી ખુદ રમવાની ના પાડી શકે છે. હું ટીમના પ્રદર્શનથી નિરાશ છું.'
5 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહ્યા શાસ્ત્રી
શાસ્ત્રી કોચ તરીકે લગભગ 5 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની સાથે રહ્યા. આઈસીસી ટૂર્નામેન્ટ છોડી દો તો તેમના માર્ગદર્શનમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતી હતી. શાસ્ત્રીએ કહ્યુ- આ તે ટીમ છે જેણે છેલ્લા પાંચ વર્ષમાં (ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા) વિશ્વમાં તમામ જગ્યાએ જઈને જીત હાસિલ કરી છે.
આ પણ વાંચોઃ T20 World Cup: ઈંગ્લેન્ડને સેમીફાઇનલ પહેલા લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે જેસન રોય થયો બહાર
ટીમ ઈન્ડિયાને મળ્યો નવા ચોકર્સનો ટેગ
2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર, 2019 વિશ્વકપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર અને પછી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર. આ એવી મોટી તક છે, જ્યારે ટીમ ઈન્ડિયા ચુકી ગઈ. ટીમ ઈન્ડિયાને નવો ચોકર્સનો ટેગ મળ્યો. પરિણામ ન મળવું કોચ શાસ્ત્રી અને કોહલીની વિરુદ્ધ ગયું.
ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતને ગણાવી મોટી સિદ્ધિ
તે પૂછવા પર કે તમારા કોચિંગમાં સૌથી મોટી સિદ્ધિ શું રહી, તેના પર શાસ્ત્રીએ કહ્યુ- ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ સિરીઝ જીતવી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેના ઘરમાં જઈને દબાવ બનાવવો શાનદાર રહ્યુ. 70 વર્ષમાં કોઈપણ ટીમ ઓસ્ટ્રેલિયામાં તે કરી શકી નથી.
શાસ્ત્રી બાદ હવે ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડ હશે. દ્રવિડનો કોચિંગ કાર્યકાળ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલૂ સિરીઝથી શરૂ થશે. તો ટી20માં કોહલી બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube