T20 World Cup: ઈંગ્લેન્ડને સેમીફાઇનલ પહેલા લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે જેસન રોય થયો બહાર
આઈસીસી ટી20 વિશ્વકપમાં સેમીફાઇનલ મેચ પહેલા ઈંગ્લેન્ડનો સ્ટાર બેટર જેસન રોય બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકા સામે મેચ દરમિયાન રોયને ઈજા થઈ હતી.
Trending Photos
દુબઈઃ ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રોટ ટી20 વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે તે ટી20 વિશ્વકપમાં આગામી મુકાબલામાં રમી શકશે નહીં. તેના સ્થાને જેમ્સ વિન્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિન્સે રિઝર્વ તરીકે ટીમની સાથે હાજર હતો. જેસન રોય કાલ્ફ ઈંજરીને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈસીબીએ તેની જાણકારી આપી છે.
ઈંગ્લેન્ડને યૂએઈમાં ચાલી રહેલા ટી20 વિશ્વકપમાં બીજો ઝટકો લાગ્યો છે. જેસન રોય પહેલા ફાસ્ટ બોલર ટાઇમલ મિલ્સ પણ ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ફાસ્ટ બોલર રીસ ટોપ્લેને ઈંગ્લેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેસન રોયને શનિવારે સુપર-12 મેચમાં સાઉથ આફ્રિકા સામે ઈજા થઈ હતી. ત્યારબાદ તે મેદાનની બહાર જતો રહ્યો હતો.
We’re all gutted for you @JasonRoy20 💔
We will carry on playing in the positive spirit that you embody.
If anyone can come back stronger, it’s you 🦁#T20WorldCup #EnglandCricket
— England Cricket (@englandcricket) November 8, 2021
ટૂર્નામેન્ટમાંથી બહાર થવા પર જેસન રોયે કહ્યુ કે, હું વિશ્વકપમાંથી બહાર થવાથી ખુબ દુખી છું. આ એક કડવી ગોળી છે. હું ટીમના સાથીઓને સપોર્ટ કરીશ અને મને આશા છે કે અમે ટ્રોફી જીતીશું. આ અત્યાર સુધી એક અવિશ્વસનીય યાત્રા રહી છે અને આગળ પણ ખુબને વ્યસ્ત રાખવા પર ફોકસ કરવાનું જારી રાખીશ. ઈંગ્લેન્ડે હવે બુધવારે સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડનું આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. માત્ર સાઉથ આફ્રિકા સામે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે