શારજાહઃ IPL 2020ના 9મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ સફળતા માટે 16.3 ઓવર સુધી રાહ જોવી પડી હતી. આ વચ્ચે મયંક અગ્રવાલે પોતાના આઈપીએલ કરિયરની સદી પૂરી કરી લીધી હતી. મયંકે ટીમના કેપ્ટન કેએલ રાહુલની સાથે દમદાર ભાગીદારી કરી અને ટીમ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. એટલું જ નહીં આઈપીએલ માટે પણ આ જોડીએ એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે 183 રનની ભાગીદારી થઈ. બંન્નેએ 16.3 ઓવરમાં આ રન જોડ્યા અને ટીમ માટે કીર્તિમાન સ્થાપિત કરી દીધો. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી પ્રથમવાર કોઈ જોડીએ 150 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ પહેલા એડમ ગિલક્રિસ્ટ અને પોલ વેલ્થાટીએ 136 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. 


વર્ષ 2011મા કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી ગિલક્રિસ્ટ અને પોલ વેલ્થાટીએ ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ 136 રનની ભાગીદારી કરી હતી. તો આઈપીએલના ઈતિહાસની વાત કરીએ તો ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોના નામે છે. આ બંન્ને બેટ્સમેનોએ 185 રન પાછલા વર્ષે હૈદરાબાદ માટે બનાવ્યા હતા. તો 2017મા કેકેઆર માટે ગૌતમ ગંભીર અને ક્રિસ લિને 184 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ હવે મયંક-રાહુલની જોડીનું નામ છે. 


IPL 2020: મયંક અગ્રવાલની તોફાની ઈનિંગ, ફટકારી આઈપીએલ કરિયરની પ્રથમ સદી  


આ મેચમાં મયંક અગ્રવાલ 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 200થી વધુ રહી હતી. મયંક સિવાય કેએલ રાહુલે 54 બોલમાં 69 રનની ઈનિંગ રમી હતી. તેણે આ દરમિયાન 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ ઈનિંગ એટલા માટે ધીમી રહી કારણ કે તે મયંક અગ્રવાલને સ્ટ્રાઇક આપવામાં વ્યસ્ત હતો. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર