નવી દિલ્હીઃ વિશ્વમાં પાંચમા નંબરની ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જિયમ પ્રવાસ પર પોતાનું વિજયી અભિયાન જારી રાખ્યું છે. તેણે ગુરૂવારે યજમાન તથા ડિફેન્ડિંગ વર્લ્ડ અને યૂરોપિયન ચેમ્પિયન ટીમને 5-1થી કારમો પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેલ્જિયમ પ્રવાસ પર ભારતીય ટીમે આ પહેલા બે વાર સ્પેનને પણ હરાવ્યું અને આ રીતે તેણે બેલ્જિયમ પ્રવાસ પર પાંચ મેચોની સિરીઝમાં 5-0ની જીતની સાથે પ્રવાસનું સમાપન કર્યું છે. ભારતે પ્રવાસની પ્રથમ મેચમાં યજમાન બેલ્જિયમને 2-0થી, સ્પેનને સતત બે મેચોમાં 6-1 અને 5-1થી, ત્યારબાદ બેલ્જિયમને 2-1 અને 5-1થી પરાજય આપ્યો હતો. 


પ્રવાસની અંતિમ મેચમાં ભારતીય ટીમને સાતમી મિનિટમાં સિમરનજીત સિંહે ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. ભારતે આ લીડ સાથે પ્રથમ ક્વાર્ટરનું સમાપન કર્યું હતું. બીજા ક્વાર્ટરમાં યજમાન બેલ્જિયમે વાપસીનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતે મજબૂત ડિફેન્સે બીજા ક્વાર્ટરમાં પણ 1-0થી આગળ રાખ્યું હતું. 


ત્રીજા ક્વાર્ટરની શરૂઆત થતાં ભારતે ગોલનો વરસાદ શરૂ કર્યો હતો. લલિત ઉપાધ્યાયે 35મી મિનિટમાં ગોલ કરીને ભારતને 2-0થી આગળ કર્યું હતું. ત્યારબાદ આગામી મિનિટે યુવા વિવેક સાગર પ્રસાદે પણ ગોલ કરીને ભારતને 3-0ની મજબૂત લીડ અપાવી હતી. 

India vs SA: સ્ટમ્પ આઉટ થઈને પણ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ


ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિ પહેલા હરમનપ્રીત સિંગે 41મી અને રમનદીપ સિંહે 43મી મિનિટમાં ગોલ કરીને ભારતને 5-1થી એકતરફી જીત અપાવી હતી. બેલ્જિયમ માટે એકમાત્ર ગોલ એલેક્ઝેન્ડર હેંડ્રિક્સે 39મી મિનિટમાં કર્યો હતો.