Hockey World Cup 2018: જર્મનીનો સતત બીજો વિજય, નેધરલેન્ડને 4-1થી હરાવ્યું
બે વખતની વિશ્વ ચેમ્પિયન જર્મનીએ નેધરલેન્ડને 4-1થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ક્વાર્ટર ફાઇનલમાં તેનું સ્થાન નક્કી થઈ ગયું છે.
ભુવનેશ્વરઃ જર્મનીએ નેધરલેન્ડ પર દમદાર જીતની સાથે 14મા હોકી વિશ્વકપ (Hockey World Cup 2018)ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નક્કી કરી લીધો છે. પૂર્વ ચેમ્પિયન જર્મનીએ બુધવાર (5 ડિસેમ્બર)એ છેલ્લા ક્વાર્ટરમાં ત્રણ ગોલ કરતા નેધરલેન્ડને 4-1થી હરાવી દીધું હતું. કલિંગા સ્ટેડિયમમાં મળેલી આ જીતની સાથે જર્મની ગ્રુપ-ડીમાં છ પોઈન્ટની સાથે ટોપ પર છે. તેનો આગામી રાઉન્ડમાં પ્રવેશ નિશ્ચિત છે. આ ગ્રુપની બે અન્ય ટીમો પાકિસ્તાન અને મલેશિયા છે.
14મા હોકી વિશ્વકપના 15મા મેચમાં બે વખતની પૂર્વ ચેમ્પિયન જર્મની અને ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન નેધરલેન્ડ વચ્ચે પ્રથમ હાફમાં શાનદાર ટક્કર જોવા મળી હતી. આ કારણે બંન્ને ટીમોએ એક-એક ગોલ કરીને પ્રથમ હાફની સમાપ્તિ કરી હતી. વાલેંટિન વેર્ગાએ કરેલા ગોલની મદદથી નેધરલેન્ડે જર્મની પર લીડ મેળવી હતી. પરંતુ થોડા સમય બાદ જર્મનીએ ગોલ કરીને બરાબરી હાસિલ કરી લીધી હતી.
જર્મનીએ પ્રથમ હાફની સમાપ્તિની થોડી મિનિય પહેલા મથાયસ મુલર ગોલ કરીને ટીમને બરોબરી અપાવી હતી. બીજા હાફમાં બંન્ને ટીમોએ ગોલ કરવા માટે સંઘર્ષ કર્યો હતો. બંન્ને ટીમના ગોલકીપર શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ મેચ સમાપ્ત થવાની આઠ મિનિટ પહેલા જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો, જે તેના માટે મહત્વનો સાબિત થયો હતો.
ગૌતમ ગંભીરે રાજનીતિમાં આવવાના સવાલ પર આપ્યો આ જવાબ- તક મળી તો
આ પેનલ્ટી કોર્નરની તક મેળવતા લુકાસ વિંડેફેડરે 52મી મિનિટે ગોલ કરીને જર્મનીને લીડ અપાવી હતી. તેની બે મિનિટ બાદ માર્કો મિલ્ટકાઉએ ગોલ કરીને જર્મનીને 3-1થી આગળ કરી દીધું હતું. આ મેચની છેલ્લી બે મિનિટમાં જર્મનીને પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરવાની તક મળી અને તેમાં ક્રિસ્ટોફર રૂહરે ગોલ કરીને જર્મનીને 4-1થી જીત અપાવી હતી. ગ્રુપ-ડીમાં જર્મનીનો આગામી મુકાબલો નવ ડિસેમ્બરે મલેશિયા સામે છે. આ દિવસે નેધરલેન્ડ પાકિસ્તાન સામે ટકરાશે.