ટોક્યોઃ ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે અહીં ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટની શાનદાર શરૂઆત કરતા પ્રથમ મેચમાં જાપાનને 2-1થી પરાજય આપ્યો હતો. ભારતે અહીં ઓઈ હોકી સ્ટેડિયમમાં એક રોમાંચક મુકાબલામાં યજમાન ટીમને 2-1થી પરાજય આપ્યો હતો. ટીમ માટે ડિફેન્ડર ગુરજીતે બંન્ને ગોલ કર્યા, જ્યારે જાપાન માટે એકમાત્ર ગોલ ઈમી નિશિખોરીએ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમે મેચની દમદાર શરૂઆત કરી અને પ્રથમ  મિનિટથી આક્રમક રમત રમી હતી. તેનું પરિણામ પ્રથમ ક્વાર્ટરમાં મળ્યા. 9મી મિનિટમાં ગુરજીતે ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી દીધી હતી. મહેમાન ટીમ આ લીડને વધુ સમય સુધી ન જાળવી શકી. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ જાપાને બરોબરીનો ગોલ કર્યો હતો. 


મહેમાન ટીમ માટે આ ગોલ નિશિખોરીએ 16મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ બંન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતને વધુ એક તક મળી, જેનો તેણે લાભ ઉઠાવ્યો હતો. 35મી મિનિટમાં ગુરજીતે શાનદાર ગોલ કરીને મહેમાન ટીમને 2-1થી આગળ કરી દીધી હતી. 

ટેસ્ટ સિક્સઃ આ કીવી ખેલાડીએ કરી સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી 


છેલ્લા ક્વાર્ટરમાં જાપાને સતત પ્રયત્ન કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સ તેને રોકવામાં સફળ રહ્યું હતું. આગામી મેચમાં ભારતનો સામનો રવિવારે ઓસ્ટ્રેલિયા સામે થશે.