ટેસ્ટ સિક્સઃ આ કીવી ખેલાડીએ કરી સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી

ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરના છગ્ગાની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટરે આ લાંબા ફોર્મેટમાં 200 ટેસ્ટ રમીને કુલ 69 છગ્ગા ફટકાર્યા હતા. કીવી ઓલરાઉન્ડર ટિમ સાઉદીએ પોતાની 66મી ટેસ્ટમાં આ મુકામ હાસિલ કરી લીધો છે. 

ટેસ્ટ સિક્સઃ આ કીવી ખેલાડીએ કરી સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર કોઈપણ મામલામાં દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની બરોબરી કરવી દરેક ક્રિકેટરનું સપનું હોય છે. પરંતુ આધુનિક ક્રિકેટની ગતિ ખુબ ઝડપી છે અને હવે ક્રિકેટર ઝડપથી જૂના રેકોર્ડને તોડતા દેખાઈ રહ્યાં છે. ટેસ્ટ ક્રિકેટમાં એક આવી ખાસ સિદ્ધિ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી ટિમ સાઉદીએ પોતાના નામે કરી છે. ટિમ સાઉદીએ શ્રીલંકા વિરુદ્ધ ગાલે ટેસ્ટમાં જ્યારે સિક્સ ફટકારી, તેણે ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરોબરી કરી લીધી છે. 

હવે સચિન અને સાઉદીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 69-69 સિક્સ છે. સાઉદીએ ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં 19 બોલમાં 14 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો સામેલ હતો. સચિનની બરાબરી કરવા માટે સાઉદીએ માત્ર 69 ટેસ્ટ રમીને 96મી ઈનિંગમાં આ સિદ્ધિ હાસિલ કરી હતી. સચિનની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટરે 200 ટેસ્ટમાં 329 ઈનિંગ રમીને આ મુકામ હાસિલ કર્યો હતો. 

સાઉદી પહેલા પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ, સનથ જયસૂર્યા અને ઇયાન બોથમ કુલ છગ્ગા ફટકારવાના રેકોર્ડને પાર કરી ચુક્યા હતા. હવે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક છગ્ગા ફટકારવાના મામલામાં 17મા સ્થાન પર આવી ગયો છે. 

સાઉદીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 1550 રન છે, જેમાં 77 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ ઓલરાઉન્ડર ખેલાડીએ ત્રણ અડધી સદી ફટકારી છે. આ સિવાય તેના નામે 244 વિકેટ પણ છે. 

ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક છગ્ગા ફટકારનાર બેટ્સમેનની વાત કરીએ તો આ યાદીમાં સાઉદીના દેશનો અને પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમના નામે છે. મેક્કુલમે પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ રેકોર્ડ 107 સિક્સ ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો આ યાદીમાં પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ છે. ત્યારબાદ પૂર્વ કેપ્ટન એમએસ ધોની (78) બીજો ભારતીય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news