હોશંગાબાદ: હોશંગાબાદમાં સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે, જ્યા એક પુરાપટ ઝપડ આવતી કાર અનિયંત્રિત થઇ જતા ઝાડ સાથે અથડાઇ હતી. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર જ 4 રાષ્ટ્રીય સ્તરના હોકી પ્લેયર્સનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ખેલાડી ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટ રમવા આવ્યા હતા અને હોશંગાબાદથી ઇટારસી જઇ રહ્યાં હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ પદ માટે લગભગ નક્કી, આ દિગ્ગજોને પણ મળી શકે છે મોટા પદ


મળતી માહિતી અનુસાર, જે સમયે આ દુર્ઘટના સર્જાઇ ત્યારે કારમાં કુલ 7 પ્લેયર્સ બેઠા હતા. ઝાડ સાથે અથડાવ્યા બાદ કાર અનિયંત્રિત થઇ પલટી મારી ગઇ હતી અને રસ્તા પરથી નીચે ઉતરી ગઇ હતી. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે ચાર ખેલાડીઓનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓની હાલત ગંભીર હોવાથી સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક ખેલાડીઓના નામ શાહનવાઝ ખાન, આદર્શ હરદુઆ, આશીષ લાલા અને અનિકેત છે.


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...