નવી દિલ્લીઃ ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટ પ્રેમી બિલ્ડરે મેલબર્નમાં પોતાના તમામ રેસિડેન્શિયલ એરિયાના રસ્તાનું નામ અને ઘરોનું નામ ભારતના દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી રાખ્યા છે. પરંતુ, એમ. એસ. ધોનીના નામની પરમિશન નહીં મળી. ઓસ્ટ્રેલિયન્સ પણ ક્રિકેટના એટલા જ ગાંડા છે જેટલા ભારતીય લોકો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દુનિયાની એક મજબૂત અને સફળ ટીમોમાંથી એક છે. જ્યારે, મેલબર્ન શહેરની વાત કરવામાં આવે તો ક્રિકેટ વગર તે અધૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટના દિવાના છે મેલબર્નના લોકો
મેલબર્ન સિટીમાં ક્રિકેટને લઈને કઈ અલગ જ પ્રકારનો ક્રેઝ છે. આ શહેરમાં થોડા સમયમાં લોકોના ઘરના એડ્રેસ વિરાટ કોહલી, સચીન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી સાંભળવા મળશે.


તેંડુલકરના નામથી એડ્રેસ
મેલબર્નના સેટેલાઇટ સિટી રોકબેક ખાતે એક હાઉસિંગ કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં, શેરીઓના નામ દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી રાખવામાં આવ્યાં છે. ત્યારે, 'તેંડુલકર ડ્રાઈવ', 'કોહલી ક્રેસન્ટ' અને 'દેવ ટેરેસ' જેવા નામ અહીંના ખરીદદારોને આકર્ષિત કરી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube