નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL) 2020મા ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે ઘણી મુશ્કેલી થઈ રહી છે. ટીમના બે સીનિયર ખેલાડી, સુરેશ રૈના તથા હરભજન સિંહે પોતાના નામ  પરત લઈ લીધા. ત્યારબાદ ટીમે કોરોનાનો પણ સામનો કરવો પડ્યો. મેદાન પર પણ ટીમની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. એમએસ ધોનીની આગેવાની વાળી ટીમની સફરની શરૂઆત તો મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ જીતથી થઈ પરંતુ ત્યારબાદ તે પાટા પરથી ઉતરી ગઈ. ટીમે 10 મેચમાં માત્ર ત્રણ જીત મેળવી છે અને ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. તેવામાં પ્લેઓફનો માર્ગ ચેન્નઈ માટે મુશ્કેલ બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ પર 125નો સ્કોર બનાવ્યા. એમએસ ધોનીએ 28 અને જાડેજાએ 36 રન બનાવ્યા. રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને જોસ બટલરે મળીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. બટલરે અડધી સદી ફટકારી અને સ્મિથે 60 રન બનાવ્યા. રાજસ્થાને 1 બોલ બોકી રહેતા જીત મેળવી હતી. 


પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સની ટીમ 14 પોઈન્ટ સાથે ટોપ પર છે. તેણે 9માથી સાત મેચ જીતી છે. ચેન્નઈના છ પોઈન્ટ છે અને તે છેલ્લા સ્થાને છે. હજુ ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ તેમાં જો-તોના અનેક સવાલ છે. ટીમે તે માટે શુક્રવારથી મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પોતાની મેચ દરેક સ્થિતિમાં જીતવી પડશે. 


હવે બધી મેચ જીતવી પડશે
ચેન્નઈ સુપર કિંગ્સે અત્યાર સુધી ત્રણ મેચ જીતી છે. તેણે ચાર મેચ હજુ રમવાની છે તથા પ્લેઓફમાં પહોંચવા માટે ચારેય મેચ જીતવી પડશે. આ સાથે જીતનું અંતર પણ મોટુ રાખવુ પડશે જેથી તેની નેટ-રનરેટ (IPL Net Run Rate) બીજાથી સારી થઈ શકે. 


આઈપીએલમાં પ્લેઓફમાં પહોંચવા માટે 16 પોઈન્ટ ટીમોનું સ્થાન પાક્કુ કરી દે છે પરંતુ ચેન્નઈની ટીમના આટલા પોઈન્ટ નહીં થઈ શકે. તેવામાં તેણે ચાર મેચોમાં આઠ પોઈન્ટ મેળવી 14 અંક સુધી પહોંચવુ પડશે અને ત્યારબાદ ભાગ્યના સહારે બેસવુ પડશે.


ત્યારબાદ નેટ રનરેટનો ખેલ  આવશે. જો ચેન્નઈની ટીમ 14 મેચમાં 14  પોઈન્ટ મેળવે તો તેની પ્લેઓફમાં પહોંચવાની એક ઓછી પણ આશા યથાવત રહેશે. પાછલા વર્ષે હૈદરાબાદની ટીમે 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું હતું. 


DC vs KXIP: મનોબળ વધારનારી જીત બાદ આજે કિંગ્સ ઇલેવન પંજાબ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે 


શું છે સંભાવનાઓ
દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. તેણે નવમાંથી સાત મેચ જીતી છે. ચેન્નઈ માટે સારૂ હશે કે દિલ્હીની ટીમ પોતાના બાકી પાંચ મેચ જીતે. પરંતુ તે મુંબઈ સામે હારે તો ચેન્નઈ માટે આસા યથાવત રહેશે કારણ કે આ બંન્ને ટીમો ટેબલમાં ટોપ પર છે. 


બીજીતરફ વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની વાળી બેંગલોર હાલ ત્રીજા સ્થાને છે. ટીમે નવમાંથી છ મેચ જીતી છે. જો ચેન્નઈએ ક્વોલિફાઇ કરવું હોય તો આશા કરવી પડશે કે બેંગલોરની ટીમ આ સ્થાને યથાવત રહે. પરંતુ બેંગલોર બીજા અને મુંબઈ ત્રીજા સ્થાને આવી શકે છે પરંતુ બેંગલોર માટે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સને હરાવવું જરૂરી હશે. 


ચેન્નઈ માટે સૌથી સારી વાત તે હશે કે ટોપ ત્રણ પર રહેનારી ટીમ પોતાની પોઝિશન પર રહે. આ સિવાય કેકેઆર, રાજસ્થાન, હૈદરાબાદ અને પંજાબના પોઈન્ટ 12થી વધુ ન હોય. આ સ્થિતિમાં ચેન્નઈ પોતાની બધી મેચ જીતી પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. 


આ સિવાય જો તેમાંથી કોઈ ટીમના 14 પોઈન્ટ થાય તો ચેન્નઈએ નેટ રનરેટનો સામનો કરવો પડશે. હવે એમએસ ધોની જેણે પોતાના કરિયરમાં ઘણીવાર અશક્ય કામ કરીને દેખાડ્યા છે, તેના માટે આ મુશ્કેલ કામ હોઈ શકે છે કે તે પોતાની ટીમને આઈપીએલ 2020ના પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરાવે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર