હૈદરાબાદઃ દેશમાં લોકસભા ચૂંટણી અને આઈપીએલની ગરમા-ગરમી એક સાથે શરૂ થઈ હતી. દેશવાસિઓએ લોકસભા ચૂંટણીના પરિણામ માટે હજુ રાહ જોવી પડશે પરંતુ આઈપીએલની 12મી સિઝનનો બાદશાહ કોણ બનશે, તેનો નિર્ણય આજે થઈ જશે. આશાને અનુરૂપ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાઇનલમાં પહોંચી ચુકી છે. ચેન્નઈએ આઠમી વખત તો મુંબઈએ પાંચમી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ દરમિયાન બંન્નેએ ત્રણ-ત્રણ વખત જીત મેળવી છે. હવે જોવાનું રહેશે કે ચોથી વખત કબજો કોણ કરશે. આ વખતના પ્રદર્શનને જો આધાર બનાવીએ તો કંઇપણ ભવિષ્યવાણી કરવી ખોટી સાબિત થઈ શકે છે. પરંતુ જો આ સિઝનમાં બંન્ને ટીમો વચ્ચે સામ-સામે લડતને જોઈએ તો ફરી મુંબઈ બાજી મારી શકે છે. બંન્ને વચ્ચે થયેલી ત્રણ ટક્કરમાં મુંબઈએ બાજી મારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રંડ્યા બ્રધર્સ હશે મહત્વના
ટી20 ક્રિકેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્વની હોય છે. આ મામલામાં મુંબઈનું પલડું ભારે લાગી રહ્યું છે. તેની પાસે પંડ્યા બ્રધર્સ હાર્દિક (386 રન, 14 વિકેટ) અને ક્રણાલ (176 રન, 11 વિકેટ)ની સાથે વિસ્ફોટક પોલાર્ડ (238 રન, 0 વિકેટ) છે જે કોઈપણ સ્થિતિમાંથી મેચ કાઢવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને પંડ્યા ભાઈઓએ પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી વિપક્ષીઓને ખૂબ પરેશાન કર્યાં છે. પોલાર્ડને બોલિંગ કરવાની વધુ તક મળી નથી. બીજીતરફ ચેન્નઈ માટે રવિન્દ્ર જાડેજા (101 રન, 15 વિકેટ) જ આ મામલામાં પ્રભાવિત કરી શકે છે. ડ્વેન બ્રાવો (65 રન, 11 વિકેટ)ને બેટથી વધુ કંઇ ખાસ કરવાની તક મળી નથી. 


IPL 2019: ચેમ્પિયન પર થશે ધનવર્ષા, રનર્સ-અપને મળશે આટલા રૂપિયા

ફિરકીમાં ફસાવશે સુપર કિંગ્સ
મુંબઈની મજબૂતી જો તેના બોલર છે તો ચેન્નઈની પાસે ઇમરાન તાહિર (16 મેચ, 24 વિકેટ), હરભજન સિંહ (10 મેચ, 16 વિકેટ) અને જાડેજા (15 મેચ, 15 વિકેટ) જેવા ફિરકી બોલર છે જે મુંબઈના બોલરોને પોતાની આંગળી પર નચાવી શકે છે. આ ત્રણેય ન માત્ર વિકેટ ઝડપી છે પરંતુ સાથે વધુ રન પણ આપ્યા નથી. ચેન્નઈના બેટ્સમેનો માટે જસપ્રીત બુમરાહ (15 મેચ, 17 વિકેટ) અને લસિથ મલિંગા (11 મમેચ, 15 વિકેટ)ના યોર્કરનો સામનો કરવો આસાન રહેશે નહીં. સ્પિન વિભાગમાં મુંબઈની નજર યુવા સ્પિનર રાહુલ ચહર (12 મેચ, 12 વિકેટ) પર હશે. 


વોટસનથી સતર્ક રહેવું
બંન્ને ટીમોના ઓપનરની તુલના કરીએ તો અહીં પણ મુંબઈનો દાવો મજબૂત લાગી રહ્યો છે. તેના ઓપનર ડિ કોક (15 મે, 500 રન) અને રોહિત શર્મા (14 મેચ, 390 રન)એ સારી શરૂઆત અપાવી છે. રોહિત પોતાના અંદાજ પ્રમાણે ફોર્મમાં રહ્યો નથી, જેના માટે તે જાણીતો છે. બીજી તરફ ચેન્નઈની પાસે શેન વોટસન (16 મેચ, 318 રન) અને ફાફ ડુ પ્લેસિસ (11 મેચ, 370 રન)ના રૂપમાં શાનદાર ઓપનિંગ જોડી છે. ખાસ કરીને વોટસન મોટા મેચનો ખેલાડી છે. દિલ્હી વિરુદ્ધ એલિમિનેટર મેચમાં અડધી સદી ફટકારીને તેણે મુંબઈને સતર્ક રહેવાની ચેતવણી પણ આપી દીધી છે. 


IPL 2019: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે ટાઇટલ માટે જંગ, કોણ તોડશે ચારનો ચક્રવ્યૂહ?


ધોની છે તો શક્ય છે
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ લીગમાં ફરી એકવાર સાહિત કર્યું કે, તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશરમાં કેમ ગણવામાં આવે છે. તે શાનદાર ફોર્મમાં છે અને ટીમ તરફથી 14 મેચોમાં સૌથી વધુ 414 રન બનાવ્યા છે. તેણે ઘણી વખત ટીમને મુશ્કેલીમાં જીત અપાવી છે. તેણે બેંગલુરૂ સામે 84 રન ફટકાર્યા હતા. ભલે તેની ટીમ 1 રનથી હારી ગઈ હતી પરંતુ ધોનીને મોટા મેચનો ખેલાડી ગણવામાં આવે છે.