IPL 2019: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે ટાઇટલ માટે જંગ, કોણ તોડશે ચારનો ચક્રવ્યૂહ?

રવિવારે આઈપીએલ ફાઇનલમાં આ ચોથી ઘટના હશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો ત્રણ-ત્રણ વખત ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે. 
 

IPL 2019: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે ટાઇટલ માટે જંગ, કોણ તોડશે ચારનો ચક્રવ્યૂહ?

હૈદરાબાદઃ આઈપીએલની બે સૌથી સફળ ટીમો મુંબઈ અને ચેન્નઈ રવિવારે આઈપીએલની 12મી સિઝનના ટાઇટલ માટે એક-બીજાની આમને-સામને હશે. સંયોગ તે છે કે ચારનો આંકડો મહત્વનો થઈ ગયો છે. બંન્ને ટીમો ચોથા ટાઇટલ માટે ઉતરશે. બંન્ને ટીમો વચ્ચે આ ચોથો જંગ હશે. મુંબઈને ફાઇનલ પહેલા ચાર દિવસનો આરામ મળ્યો છે. આ સિઝનમાં મુંબઈની ટીમ ચેન્નઈને ત્રણવાર હરાવી ચુકી છે અને જો જીતે તો તેની ચોથી જીત હશે. 

રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈએ અત્યાર સુધી ચાર ફાઇનલ રમી છે જેમાં ત્રણમાં ટાઇટલ કબજે કર્યું છે, જેમાં બે વખત 2013 અને 2015માં તે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હતી. તો ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના આઠમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેના માટે આ સિઝન શાનદાર રહી વિશેષકરીને ગત વર્ષ બાદ જ્યારે બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરતા ટાઇટલ જીત્યું હતું. ભલે પરિણામ ગમે તે રહે, પરંતુ આ ફાઇનલ આ બંન્ને વચ્ચે કટ્ટરતાનો એક વધુ યાદગાર અધ્યાય જોડી દેશે. 

મુંબઈએ શોધવો પડશે સ્પિનનો ઉકેલ
ચેન્નઈએ ફાઇનલ પહેલા પોતાની રણનીતિ સારી રીતે તૈયાર કરવી પડશે કારણ કે ચેન્નઈએ આ સિઝનમાં મુંબઈને એકપણ વખત હરાવી શક્યું નથી. રોહિત એન્ડ કંપનીએ ચેન્નઈના સ્પિનરોને ચતુરાઇથી સામનો કરવો પડશે કારણ કે અન્ય ટીમોના બેટ્સમેન ઇમરાન તાહિર, હરભજન સિંહ અને રવિન્દ્ર જાડેજા સામે સંઘર્ષ કરતા દેખાયા હતા. ચેન્નઈના ફાસ્ટ બોલર દીપક ચહરે પણ પ્રભાવી પ્રદર્શન કર્યું છે, તેણે અત્યાર સુધી 19 વિકેટ ઝડપી છે. 

વોટસનના ફોર્મથી ચેન્નઈને રાહત
ક્વોલિફાયર-2માં દિલ્હી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન શેન વોટસનનું ખરાબ ફોર્મ ચેન્નઈ માટે ચિંતાનો વિષય હતી પરંતુ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તેણે 50 રન બનાવ્યા અને ઓપનિંગ જોડીદાર ફાફ ડુ પ્લેસિસની સાથે પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી જે જીતનો આધાર બની હતી. પોતાની 32 બોલની ઈનિંગ દરમિયાન વોટસને ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા. ચેન્નઈ માટે અત્યાર સુધી ધોની શાનદાર ભૂમિકા નિભાવી રહ્યો છે. રણનીતિક કૌશલ સિવાય વિકેટકીપિંગ અને ફિનિશરના રૂપમાં તે ટીમ માટે આ સિઝનમાં ઘણી ઉપયોગી ઈનિંગ રમી છે. 

આ હોઈ શકે છે પ્લેયિંગ ઈલેવન
ચેન્નઈ સુપર કિંગ્સઃ ફાફ ડુ પ્લેસિસ, શેન વોટસન, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, હરભજન સિંહ, શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર. 

મુંબઈઃ ક્વિન્ટન ડિ કોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, લસિથ મલિંગા, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેનઘન, રાહુલ ચહર. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news