ISSF World Championship: હૃદય હજારિકાએ જૂનિયર 10 મીટર એર રાયફલમાં જીત્યો ગોલ્ડ
ભારતીય ટીમ 1872.3 અંક સાથે ચૌથા સ્થાન પર છે જેમાં હજારિકા, દિવ્યાંશ પંવાર અને અર્જુન બાબુટા સામેલ છે
ચાંગવોન: ભારતીય નિશાનેબાજ હૃદય હજારિકાએ આઇએસએસએફ વર્લ્ડ કપ (ISSF World Championship)માં જૂનિયર 10 મીટર એર રાયફલમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ફાઇનલ માટે ક્વોલિફાય થનારા એકલો ભારતીય હજારીકાએ 627.3નો સ્કોર બનાવ્યો હતો. ફાઇનલમાં તેના અને ઇરાનના મોહમ્મદ આમિર નેકૂનામના સ્કોર 250.1 રહ્યો. હજારિકાએ શૂટઓફમાં જીત દાખલ કરાવી હતી.
રુસના ગ્રિગોરી શામાકોવને બ્રોન્સ મેડલ મળ્યો છે. ભારતીય ટીમ 1872.3 અંક સાથે ચૌથા સ્થાન પર છે જેમાં હજારિકા, દિવ્યાંશ પંવાર અને અર્જુન બાબુટા સામેલ છે. સીનિયર વર્ગમાં 50 મીટર રાયફલ થ્રી પોઝિશનમાં ભારતને નિરાશા હાથ લાગી હતી કેમકે કોઇપણ ભારતીય ફાઇનલમાં જગ્યા બનાવી શક્યો ન હતો. એશિયાઇ રમતોમાં સિલ્વર વિજેતા સંજીવ રાજપૂત 58માં સ્થાન પર રહ્યો.
સ્વપ્નિલ કુલાસે 55માં અને અખિલ શેરોન 44માં સ્થાન પર રહ્યાં. ભારતીય ટીમ 11માં સ્થાન પર છે.
ઉલ્લેખનીય છે કે આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ ચેમ્પિટનશિપમાં ભારતીય શૂર્ટસે ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ગુરૂવારે (6 સપ્ટેમ્બર) સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીતીને કામિયાબી હાંસલ કરી હતી. સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક દાખલ કરી પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડ્યો જે તેણે આ વર્ષે જુન મહિનામાં બનાવ્યો હતો.
16 વર્ષના સૌરભ ચૌધરીએ હાલમાં જ ઇંડોનેશિયામાં 18મી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ શૂટિંગ ઇવેન્ટમાં ફાઇનલમાં જીતી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.