આખરે ક્યા આધાર પર ઓસ્ટ્રેલિયાને નંબર-1નું સ્થાન મળ્યુઃ ગૌતમ ગંભીર
આઈસીસીએ પોતાના ટેસ્ટ રેન્કિંગ સિસ્ટમમાંથી 2016-2017ની સીઝનને હટાવી તો ઓસ્ટ્રેલિયા એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને પહોંચી ગયું છે. પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર આ નિર્ણયથી ચોંકી ગયો છે કે આખરે ઓસ્ટ્રેલિયા કઈ રીતે રેન્કિંગમાં નંબર વન બની ગયું.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની રેન્કિંગ પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયા એકવાર ફરી ટેસ્ટમાં નંબર-1 બની ગયું છે. ગંભીરે કહ્યુ કે, ભારતે હાલના કેટલાક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં વધુ પ્રભાવ છોડ્યો છે. ટીમે વિદેશી ધરતી પર પણ જીત હાસિલ કરી, ખાસકરીને ઓસ્ટ્રેલિયામાં.
ગંભીરે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાને ક્યા આધાર પર નંબર-1નું સ્થાન આપવામાં આવ્યુ છે, જ્યારે ભારતીય ઉપમહાદ્વીપમાં તેનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યુ છે. ભારતીય ટીમ 42 મહિનાથી આઈસીસીની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં નંબર વન હતી પરંતુ આ મહિનાની શરૂઆતમાં આઈસીસીના નવા નિયમો હેઠળ રેન્કિંગમાં ફેરફાર કર્યો, ત્યારબાદ ભારત ત્રીજા સ્થાન પર પહોંચી ગયું અને ઓસ્ટ્રેલિયા નંબર વન બની ગયું હતું.
આઈસીસીએ આ રેન્કિંગ સિસ્ટમમાંથી 2016-2017ની સીઝનને હટાવી દીધી હતી. ગંભીરે આઈસીસીના આ નિર્ણય પર કહ્યુ કે ભારતીય ટીમે હાલના પ્રવાસમાં સૌથી સારૂ પ્રદર્શન કર્યુ છે.
તેણે કહ્યુ, 'નહીં, હું ભારતના ત્રીજા સ્થાને ખસી જવાથી હેરાન નથી. મને પોઈન્ટ્સ અને રેન્કિંગ સિસ્ટમ પર વિશ્વાસ નથી. લગભગ, ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી ખરાબ પોઈન્ટ સિસ્ટમ છે,... તમે ઘરેલૂ મેદાન પર મેચ જીતો કે વિદેશી ધરતી પર, તમને બરાબર પોઈન્ટ મળે છે. આ બેકાર છે.'
પાકિસ્તાનનું દેવું ઉતારવા માટે ભીખ માગી રહ્યા છે પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ
ગંભીરે કહ્યુ, ખરેખર, આ પોઈન્ટ્સ સિસ્ટમ અજીબ છે. જો તમે નજર કરો તો ભારતે વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝ ગુમાવી છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં જીતી છે. શંકાવગર, તે સૌથી સારી ક્રિકેટ રમનારી વિરોધી ટીમ છે. તેણે આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતી, ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ જીતી, ઘણા દેશ આમ કરી શક્યા નથી.
38 વર્ષીય આ પૂર્વ બેટ્સમેને કહ્યુ, મારી નજરમાં ભારતીય ટીમ નંબર વન હોવી જોઈએ પરંતુ ઓસ્ટ્રેલિયા... મને તે વાત સમજાતી નથી કે આખરે ક્યા આધાર પર ઓસ્ટ્રેલિયાને નંબર વનની રેન્કિંગ આપવામાં આવી છે? વિદેશી ધરતી પર તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, ખાસ કરીને ભારતીય ઉપમહાદ્વીપમાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube