નવી દિલ્હીઃ વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચ સમાપ્ત થયા બાદ આઈસીસીએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી દીધી છે. આઈસીસીની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ અને જોની બેયરસ્ટો જેવા તમામ દિગ્ગજ ખેલાડીઓનું નામ સામેલ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ આ ટીમમાં ભારતના માત્ર બે ખેલાડીઓને સામેલ કર્યાં છે. તેમાં રોહિત શર્માનું નામ સામેલ છે, જેણે વિશ્વકપ 2019મા પાંચ સદી ફટકારતા કુલ 648 રન બનાવ્યા હતા. તો આ વિશ્વકપ ઈલેવનમાં બીજો ભારતીય જસપ્રીત બુમરાહ છે, જેણે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી 9 ઈનિંગમાં 18 વિકેટ ઝડપી હતી. આ સિવાય યાદીમાં કોઈ ભારતીય ટીમને સ્થાન મળ્યું નથી. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ એટલે કે આઈસીસીએ જે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરી છે, તેમાં 12 ખેલાડી સામેલ છે. આ લિસ્ટમાં બે ભારતીય, 4 ઈંગ્લિશ, 2 ઓસ્ટ્રેલિયન, 1 બાંગ્લાદેશ, અને ત્રણ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓનો સામાવેશ થાય છે. આઈસીસીએ કેન વિલિયમસનને આ ટીમનો સુકાની બનાવ્યો છે. જેણે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાના દમ પર ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. તો ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરને 12મો ખેલાડી બનાવવામાં આવ્યો છે. 


પોતાના દમ પર ચેમ્પિયન નથી બન્યું ઈંગ્લેન્ડ, આ ચાર 'વિદેશીઓ'એ અપાવ્યું ટાઇટલ