નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મંગળવારે ICC પુરુષ ટી20 વર્લ્ડ કપ 2020 માટેની સીધી ક્વોલિફાય કરનારી ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. આગામી 2020માં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે. 31 ડિસેમ્બરના રોજ આઈસીસી મેન્સ ટી20 રેન્કિંગમાં ટોચના 10 ક્રમે રહેલી ટીમોને 2020ના વર્લ્ડ કપ માટે સીધી જ ક્વોલિફાય કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂર્નામેન્ટમાં ક્વોલિફિકેશ માટે નક્કી કરવામાં આવેલા ક્રાઈટેરિયા મુજબ ઓસ્ટ્રેલિયા અને અન્ય ટોચની 9 ટીમનો સીધો પ્રવેશ નક્કી થઈ ગયો છે. ટોચની 8 ટીમને સુપર-12ના સ્ટેજમાં સીધો જ પ્રવેશ આપી દેવાયો છે, જ્યારે બાકી રહેલી ટીમે ગ્રૂપ સ્ટેજમાં રહેલી 6 અન્ય ટીમ સાથે રમવાનું રહેશે. આ માટે વર્ષ 2019માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રમાડવામાં આવશે. આ ગ્રુપ સ્ટેજમાં જે ટોચની 4 ટીમ રહેશે તે સુપર-12માં પ્રવેશ કરશે. 


31 ડિસેમ્બર, 2018ના રોજ આઈસીસીના ટી20 રેન્કિંગમાં ટોચ પર રહેલી ટીમમાં પાકિસ્તાન, ઈન્ડિયા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝિલેન્ડ, વિન્ડિઝ અને અફઘાનિસ્તાનનો સીધો જ સુપર12માં પ્રવેશ મળી ગયો છે. 


2019ની ચૂંટણીનો મુદ્દો જનતા નક્કી કરશે, સર્જિકલ સ્ટ્રાઈક સૌથી મોટી ચિંતા હતી


પૂર્વ ચેમ્પિયન અને ત્રણ વખત ફાઈનલમાં પહોંચેલી શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમે ગ્રૂપ સ્ટેજમાં છ ક્વોલિફાયર્સ સાથે ટૂર્નામેન્ટ રમવી પડશે, જે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 દરમિયાન રમાશે. 


2014ની ચેમ્પિયન ટીમને સુપર-12માં સ્થાન ન મળતાં શ્રીલંકાના કેપ્ટન લસિથ મલિંગા નિરાશ થયો હતો. તેણે જણાવ્યું કે, તેની ટીમ ટૂર્નામેન્ટમાં વિજેતા બનીને સુપર-12માં પહોંચશે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને પણ જણાવ્યું કે, તેઓ જરૂર સફળ થશે. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...