ICC પુરૂષ- મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત, ભારતની સ્મૃતિ મંધાનાને મળ્યું સ્થાન
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. સ્મૃતિ મંધાના ભારતની એકમાત્ર એવી ખેલાડી છે જેને આ ટીમમાં પસંદ કરવામાં આવી છે. જો કે, ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની પાંચ ખેલાડીઓને ICC Women’s T20I Team of the Year માં સામેલ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની નેટ સિવરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. સ્મૃતિ મંધાના ભારતની એકમાત્ર એવી ખેલાડી છે જેને આ ટીમમાં પસંદ કરવામાં આવી છે. જો કે, ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની પાંચ ખેલાડીઓને ICC Women’s T20I Team of the Year માં સામેલ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની નેટ સિવરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.
સિવર ઉપરાંત ટેમી બ્યુમોન્ટ, ડેની વાયટ, એમી જોન્સ અને સોફી એક્લેસ્ટોને પણ ICC મહિલા T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે શબનિમ ઈસ્માઈલ, લૉરા વૂલવર્ટ અને મેરિયન કેપની પસંદગી કરવામાં આવી છે. તેમના સિવાય આયર્લેન્ડની ગેબી લુઈસ, ઝિમ્બાબ્વેની લોરિન ફીરી પણ આમાં સામેલ છે. વર્તમાન T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની એક પણ ખેલાડીને ICC મહિલા T20I ટીમ ઓફ ધ યરમાં સામેલ કરવામાં આવી નથી.
સાનિયા મિર્ઝાએ કરી નિવૃત્તિની જાહેરાત, ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ કહ્યું- હવે પહેલા જેવું નથી
ભારતીય મહિલા બેટ્સમેન મંધાનાએ ગયા વર્ષે T20 ફોર્મેટમાં દેશ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 9 મેચમાં 31.87 ની એવરેજથી 255 રન બનાવ્યા. જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેણે આ રન 131.44 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. બ્યુમોન્ટે 9 મેચમાં 33.66 ની એવરેજથી 3 અડધી સદીની મદદથી 303 રન બનાવ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube