દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) વર્તમાન ચેરમેન શશાંક મનોહરના વિકલ્પના નોમિનેશનની પ્રક્રિયાને આગામી સપ્તાહે અંતિમ રૂપ આપશે. હજુ ઘણા મહત્વના મુદ્દા પર સહમતી બનવાની બાકી છે. આઈસીસી બોર્ડે ગુરૂવારે વીડિયો કોન્ફરન્સમાં તે વાતની ચર્ચા કરી કે નવા ચેરમેનની ચૂંટણી કરવામાં આવે કે તેની પસંદગી કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી બોર્ડના એક સભ્યએ કહ્યું, 'પ્રક્રિયાને લઈને સારી વાતચીત થઈ. આગામી સપ્તાહ સુધી પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવશે.' તેમણે કહ્યું, હજુ ઘણા મુદ્દા પર સહમતિ બનવાની બાકી છે અને આશા છે કે તે આગામી સપ્તાહે બની જશે. 


આશરે ત્રણ મહિના બાદ ભારતીય ઓપનર રોહિત શર્માએ શરૂ કરી આઉટડોર ટ્રેનિંગ  


હાલમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના પૂર્વ ચેરમેન કોલિન ગ્રેવ્સ વૈશ્વિક સંસ્થાના ચેરમેનના રૂપમાં મનોહરની જગ્યા લેવાના પ્રબળ દાવેદાર છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દાવેદારીને પણ નજરઅંદાજ ન કરી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર