આશરે ત્રણ મહિના બાદ ભારતીય ઓપનર રોહિત શર્માએ શરૂ કરી આઉટડોર ટ્રેનિંગ
Rohit Sharma Back To Training After Covid-19 Lockdown: ટીમ ઈન્ડિયાનો હિટમેન ટ્રેનિંગ પર પાછો ફર્યો છે. કોરોના વાયરસને કારણે લાગેલા લૉકડાઉન બાદ પ્રથમવાર ટ્રેનિંગ કરવા ઉતર્યો હતો.
Trending Photos
મુંબઈઃ મહામારી કોરોના વાયરસના (Covid-19) ડરના માહોલમાં છૂટ મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) ગુરૂવારે મેદાન પર ઉતર્યો હતો. કોવિડ 19 (Covid-19) લૉકડાઉન બાદ પોતાની પ્રથમ આઉટડોટ ટ્રેનિંગ કરી હતી. રોહિતે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં રમ્યો હતો, ત્યારબાદ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો.
રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખ્યુ, પાર્કમાં વાપસી કરવુ સારૂ રહ્યુ, થોડી ટ્રેનિંગ કરી, ઘણા લાંબા સમય બાદ ખુદનો અનુભવ કર્યો. પરંતુ પોસ્ટમાં તે ખ્યાલ આવ્યો નહીં કે તેણે ક્યા મેદાન પર ટ્રેનિંગ કરી છે. ટીમના અન્ય સાથી ખેલાડીઓની જેમ રોહિત પણ કોવિડ 19 મહામારીને રોકવા માટે 25 માર્ચને લાગેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન બાદ પોતાના ઘરમાં જ છે.
ટેસ્ટ ટીમમાં તેના સાથી ચેતેશ્વર પૂજારાએ હાલમાં રાજકોટમાં નેટ પર બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પાછલા મહિને ટ્રેનિંગ શરૂ કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતો, તેણે પાલઘર જિલ્લામાં બોઇસરમાં નેટ પર બોલિંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે