દુબઈઃ હાલમાં જાન્યુઆરીમાં અંતિમ વખત વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી હતી. આ શ્રેણીમાં ભારતને 2-1થી પરાજય થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની રેકિંગ બચાવવામાં સફળ રહી હતી. તે સમયે ભારતને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ જાન્યુઆરીમાં પૂર્ણ થયો, તે સમયે ભારતને વર્ષ 2017 માટે ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા સોંપવામાં આવી હતી. હવે ભારતે આઈસીસી ટેસ્ટ રેકિંગમાં પોતાનું પ્રથમ સ્થાન બરકરાર રાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ભારત પ્રથમ સ્થાને યથાવત છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પર પોતાની લીડ મજબૂત બનાવી લીધી છે. ટેસ્ટ રેકિંગની ગણતરીતી 2014-15ના પરિણામને કાઢી નાખવા કથા 2015-16થી લઈને 2016-17ના પરિણામોને 50 ટકા મહત્વ આપ્યા બાદ ભારતે બીજા સ્થાને રહેલ દક્ષિણ આફ્રિકા પર પોતાની લીડ 13 અંકની કરી લીધી છે. આ પહેલા 4 અંકની હતી. 


આ વર્ષે ભારતે સતત બીજા વર્ષે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ પર કબજો જમાવ્યો હતો અને ટીમ ઓક્ટોબર 2016થી ટોપ પર ચાલી રહી છે. ટીમ કોહલીની આગેવાનીમાં આ પહેલા પણ બે વાર જાન્યુઆરી-ફેબ્રુઆરી 2016 અને ઓગસ્ટ 2016માં પ્રથમ નંબરે પહોંચી હતી. ભારત નંબર એકના સ્થાને સૌથી વધુ સમય સુધી નવેમ્બર 2009થી ઓગસ્ટ 2011 વચ્ચે રહ્યું હતું જ્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો. 


રેકિંગમા આફ્રિકા 113 અંક સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા 106 અંક સાથે ત્રીજા સ્થાને છે. તેને અપડેટ બાદ ચાર અંકનો ફાયદો થયો. તે ફરી ન્યૂઝીલેન્ડના સ્થાને નંબર-3 પર પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડને એક અંકનો ફાયદો થયો અને તે પાંચમાં સ્થાને છે. નવા અપડેટ બાદ ન્યૂઝીલેન્ડના 102 અને ઈંગ્લેન્ડના 98 પોઇન્ટ છે. બાંગ્લાદેશને પણ ફાયદો થયો છે તે વિન્ડીઝને પછાળીને આઠમાં ક્રમે પહોંચી ગયું છે જ્યારે વિન્ડીઝ નવમાં સ્થાને સરકી ગયું છે. બાંગ્લાદેશના 75 અને વેસ્ટઇન્ડિઝના 67 અંક છે.