ICC એ વર્લ્ડકપ 2023 માટે સુપર લીગ ક્વોલિફિકેશનની કરી જાહેરાત, જાણો શું છે નિયમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વનડે સુપર લીગ શરૂ કરી જે ભારતમાં 2023માઅં યોજાનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો ટાર્ગેટ 50 ઓવરના ફોર્મેટને વધુ યાદગાર બનાવવાનો છે. આઇસીસીએ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે મેજબાન ભારત અને સુપર લીગમાં ટોપ પર રહેનાર આગામી 7 ટીમો સીધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેડ અને આયરલેંડ વચ્ચે સીરીઝ સાથે થશે. બંને દેશો વચ્ચે સાઉથૈમ્પટનમાં 30 જુલાઇના રોજ રમાશે. બાકી કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવશે.
દુબઇ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વનડે સુપર લીગ શરૂ કરી જે ભારતમાં 2023માઅં યોજાનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો ટાર્ગેટ 50 ઓવરના ફોર્મેટને વધુ યાદગાર બનાવવાનો છે. આઇસીસીએ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે મેજબાન ભારત અને સુપર લીગમાં ટોપ પર રહેનાર આગામી 7 ટીમો સીધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેડ અને આયરલેંડ વચ્ચે સીરીઝ સાથે થશે. બંને દેશો વચ્ચે સાઉથૈમ્પટનમાં 30 જુલાઇના રોજ રમાશે. બાકી કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવશે.
આઇસીસીના સંચાલન જનરલ મેનેજર જ્યોફ એલાર્ડિસે કહ્યું કે, આ લીગ આગામી ત્રણ વર્ષમાં વન ડે ક્રિકેટને સાર્થકતા આપશે અને સુસંગત બનાવશે. કેમ કે, આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ક્વોલિફિકેશન દાવ પર લાગ્યા હશે. ટી-20 ક્રિકેટ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે જ્યારે ટેસ્ટ ક્રિકેટ પડકાર છે. એવામાં રિકી પોઇન્ટિંગ જેવા પૂર્વ ખેલાડી વન ડે મેચોની પ્રાસંગિકતા પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.
સુપર લીગમાં 13 ટીમ ભાગ લેશે, જેમાં આઇસીસીના 12 સંપૂર્ણ સભ્યો અને નેધરલેન્ડ સામેલ છે. નેધરલેન્ડે વર્લ્ડ ક્રિકેટ સુપર લીગ 2015-17 જીતી સુપર લીગમાં પ્રવેશ મેળવ્યો છે. સુપર લીગમાં દરેક ટીમ ત્રણ મેચની ચાર સીરીઝ સ્વદેશ અને ચાર વિદેશમાં રમશે.
આઈપીએલ-2020ની યજમાની માટે અમીરાત ક્રિકેટ બોર્ડને મળ્યો BCCIનો સત્તાવાર પત્ર
જે 5 ટીમ સુપર લીગમાં સીધી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહેશે તે ક્વોલિફાયર 2023માં પાંચ એસોસિએટ ટીમોની સાથે ભાગ લેશે અને તેમાંથી બે ટીમ ભારતમાં યોજાનાર 10 ટીમોના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. અલાર્ડિસે કહ્યું કે, ગત અઠવાડિયે વર્લ્ડ કપના આયોજન 2023ને છેલ્લા મહિનામાં કોરોના ફેલાવવાથી કોવિડ-19ના કારણે ગુમાવેલી મેચોનું આયોજન કરવાનો વધારે સમય મળશે.
દરેક ટીમને જીત માટે 10 પોઇન્ટ મળશે. જ્યારે ટાઇ, રદ થયેલી મેચ માટે પાંચ પોઇન્ટ આપવામાં આવશે. હાર માટે કોઇ પોઇન્ટ રહેશે નહીં. ટીમોની રેંકિંગ 8 સીરીઝથી મળેલા અંકો પર આધાર રાખશે. બે અથવા વધારે ટીમો સમાન અંક હોવા પર સ્થાન નક્કી કરવા માટે નિયમ બનાવવામાં આવ્યા છે. આઇસીસીએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે સુપર લીગની શરૂઆતને મોકૂફ રાખવી પડી હતી. નોકઆઉટ ચરણની જરૂરત નથી. કેમ કે, પોઇન્ટ ટેબલમાં સ્થાનના આધાર પર વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન નક્કી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube