મુંબઈઃ ZEE એન્ટરટેઈનમેન્ટ અને ડિઝ્ની સ્ટારે મંગળવારે આઈસીસી મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટના ટીવી રાઇડ્સ માટે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજુતી પ્રમાણે ડિઝ્ની સ્ટાર ઝી એન્ટરટેઈનમેન્ટને ચાર વર્ષ (2024-2027) સત્ર માટે આઈસીસીની પુરૂષ ટૂર્નામેન્ટ્સના ટીવી રાઇટ્સનું લાયસન્સ આપશે. તેનો મતલબ છે કે ઝી હવે 2024-2027 સત્ર માટે ભારતમાં ટીવી પર આઈસીસીની પુરૂષ ઈવેન્ટનું પ્રચારણ કરશે, જ્યારે ડિઝ્ની સ્ટાર ઓટીટી પ્લેટફોર્મ પર મેચ દેખાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિને ડિઝ્ની સ્ટારે ખરીદ્યા હતા રાઇટ્સ
મંગળવારે જારી એક અખબારી યાદીમાં ડિઝ્ની સ્ટાર અને ઝીએ કહ્યું કે આઈસીસીએ તેની સમજુતીની સૈદ્ધાંતિક રૂપથી મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 26 ઓગસ્ટે ડિઝ્ની સ્ટારે 2023-2027 સત્ર માટે 3 બિલિયન ડોલરમાં આઈસીસી ટૂર્નામેન્ટના પ્રચારણ અધિકારને પોતાની પાસે યથાવત રાખ્યા હતા. આ એગ્રીમેન્ટમાં પુરૂષ અને મહિલાઓની આઈસીસી ટૂર્નામેન્ટ માટે ડિજિટલ અને ટેલીવિઝન બંને રાઇટ્સ સામેલ હતા. 2024-2027ના સમયગાળામાં આઈસીસીની 4 પુરુષ ઈવેન્ટ્સ થવાની છે, જેમાં બે ટી20 વિશ્વકપ (2024 અને 2026), 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અને એક વનડે વિશ્વકપ 2027.


આ પણ વાંચોઃ ક્યાં સુધી આંકડાના દમ પર રમતો જોવા મળશે કોહલી? ટી-20માં વિરાટે ગુમાવી 50ની એવરેજ


ઝીના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડાયરેક્ટર પુનીત ગોયનકાએ કહ્યુ કે આ સમજુતી ભારતમાં રમતના વ્યાવસાયના સંચાલન માટે એક રણનીતિક દ્રષ્ટિને દર્શાવે છે. ગોયનકાએ કહ્યું- 2027 સુધી આઈસીસી પુરૂષ ક્રિકેટ આયોજનો માટે વન-સ્ટોપ ટેલીવિઝન ડેસ્ટિનેશનના રૂપમાં ઝી પોતાના દર્શકો માટે એક શાનદાર અનુભવ અને એડવરટાઇઝર્સ માટે રોકાણ પર શાનદાર રિટર્ન આપવા માટે પોતાના નેટવર્કની શક્તિનો લાભ ઉઠાવશે. આઈસીસી અને ડિઝ્ની સ્ટારની સાથે કામ કરવા માટે અમે તત્પર છીએ. 


આઈસીસીના અધ્યક્ષે કહી આ વાત
આઈસીસી અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ હરાજી પ્રક્રિયા પર કહ્યુ હતું, આગામી ચાર વર્ષ માટે અમે આઈસીસી ક્રિકેટ મેચોના પ્રસારણ હેતુ ડિઝ્ની સ્ટારની સાથે ભાગીદારી કરી ખુશી થઈ રહી છે. તેણે ભૂતકાળમાં અમારા સભ્યો માટે એક શાનદાર પરિણામ આપ્યું છે અને તે અમારી મહત્વકાંક્ષી વિકાસ યોજનામાં સમર્થન કરશે. તે અમારી રમતના ભવિષ્યમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જે પહેલાથી વધુ દર્શકોને જોડવામાં મદદ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube