ICC ODI Ranking: Virat Kohli અને Rohit Sharma એ ફરી કર્યું ટોપ, Bumrah ટોપ-3 માં યથાવત
કોહલીએ (Virat Kohli) ઓસ્ટ્રેલિયાની સામે તેની અંતિમ બે વનડેમાં 89 અને 63 રન બનાવ્યા હતા, તેના 870 પોઇન્ટ છે. રોહિત (Rohit Sharma) ઇજાગ્રસ્ત હોવાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મર્યાદિત ઓવરની શ્રેણીનો ભાગ બન્યો ન હતો. તેણે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ એકપણ વનડે મેચ રમી નથી
દુબઇ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્માએ (Rohit Sharma) આઇસીસીની (ICC) વનડે બેટ્સમેનના રેન્કિંગમાં પ્રથમ અને બીજા સ્થાન પર યથાવત છે. જ્યારે બોલિંગની યાદીમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ત્રીજા સ્થાન પર છે.
કોહલી અને રોહિત ટોપ પર
કોહલીએ (Virat Kohli) ઓસ્ટ્રેલિયાની સામે તેની અંતિમ બે વનડેમાં 89 અને 63 રન બનાવ્યા હતા, તેના 870 પોઇન્ટ છે.
રોહિત (Rohit Sharma) ઇજાગ્રસ્ત હોવાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મર્યાદિત ઓવરની શ્રેણીનો ભાગ બન્યો ન હતો. તેણે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ એકપણ વનડે મેચ રમી નથી. પરંતુ તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમથી (837) પાંચ પોઈન્ટ ઉપર બીજા સ્થાન પર છે.
ન્યૂઝીલેન્ડના રોસ ટેલર (818) અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ (791) બેટ્સમેનની યાદીમાં ટોપ 5ના અન્ય ખેલાડી છે.
આ પણ વાંચો:- ENG vs IND: જો રૂટની આગેવાનીમાં ચેન્નઈ પહોંચી ઈંગ્લેન્ડની ટીમ, 6 દિવસ રહેશે ક્વોરેન્ટીન
આયર્લેન્ડના ઓલ રાઉન્ડર પોલ સ્ટરલિંગની આફગાનિસ્તાન સામે બીજી અને ત્રીજી મેચમાં સદીના કારણે 285 રન બનાવી આઠ પોઈન્ટનો ફાયદો થયો જેના કારણે તે 20માં સ્થાન પર પહોંચી ગયો.
અફગાનિસ્તાનના હશમતુલ્લાહ શાહિદી, રાશિદ ખાન અને જાવેદ અહમેદીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે.
આ પણ વાંચો:- IPL 2021: ખેલાડીઓની હરાજીની તારીખ થઈ જાહેર, ચેન્નાઈમાં યોજાશે મિની ઓક્શન
ત્રીજા સ્થાન પર યથાવત છે બુમરાહ
બોલરોની યાદીમાં બુમરાહ (Jasprit Bumrah) સર્વશ્રેષ્ઠ ભારતીય છે. તે 700 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર યથાવત છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (722) અને અફગાનિસ્તાનના સ્પિનર મુઝીબ ઉર રહેમાન (701) ટોચના બે સ્થાન પર છે.
આ પણ વાંચો:- BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત ફરી ખરાબ, એપોલો હોસ્પિટલમાં દાખલ
બાંગ્લાદેશના સ્પિરન મેહદી હસન મિરાજને 9 પોઈન્ટનો ફાયદો થયો અને તે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. તે હાલમાં સમાપ્ત થયેલી વેસ્ટઇન્ડિઝ સામે સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 7 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન પણ 19માં સ્થાનથી આઠમાં સ્થાન પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube