BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત ફરી ખરાબ, એપોલો હોસ્પિટલમાં દાખલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત ખરાબ થતા તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.   

Updated By: Jan 27, 2021, 03:05 PM IST
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત ફરી ખરાબ, એપોલો હોસ્પિટલમાં દાખલ

કોલકત્તાઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (BCCI President Sourav Ganguly) ની તબીયત ફરી એકવાર બગડી છે. તેમને કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની કોલકત્તાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે એકવાર ફરી તેમની તબીયત ખરાબ થતા એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને વુડલેન્ડ્સ હોસ્પિટલમાંથી રજા મળી હતી. 2 જાન્યુઆરીએ ગાંગુલીને અચાનક છાતીમાં દુખાવો થતા અહીં દાખલ કરવામાં આવ્યા હતા. 

2 જાન્યુઆરીએ પોતાના ઘરના જીમમાં વર્કઆઉટ કરવા દરમિયાન ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારજનોએ વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. 48 વર્ષીય ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી બાદ તેમના દિલની નસોમાં સ્ટેન્ટ નાખવામાં આવ્યો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube