જયેશ જોશી/ અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમ ભલે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝમાં હારી ગઈ હોય પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્ષનો અંત નંબર વન રહીને કરશે. ગુરુવારે રજૂ કરેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વન-ડે બેટિંગ રેન્કિંગમાં કોહલી નંબર વન છે. કોહલીના 870 પોઈન્ટ છે. જ્યારે હાર્દિક પંડ્યાએ 22 સ્થાનનો કૂદકો મારતાં 71 પરથી 49મા ક્રમે આવી ગયો છે. આ પહેલી વાર જ્યારે તે ટોપ 50 બેટ્સમેનોના રેન્કિંગમાં પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 1982માં ઇટાલીને વિશ્વ કપ જીતનાડનાર મહાન ફુટબોલર Paolo Rossi નું નિધન


ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં કોહલીએ બે અડધી સદી ફટકારી હતી. તેણે બીજી મેચમાં 89 અને અંતિમ મેચમા 63 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં થયો છે. પહેલા નંબરે કોહલી છે. તો બીજા નંબરે 842 પોઈન્ટ સાથે રોહિત શર્મા છે. જ્યારે 837 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે પાકિસ્તાનનો બાબર આઝમ છે. ચોથા નંબરે 818 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે બે રેન્કનો કૂદકો મારતાં પાંચમું સ્થાન મેળવ્યું છે. ફિન્ચે ભારત સામે પહેલી વન-ડેમાં સદી ફટકારી હતી. તેના 791 પોઈન્ટ છે.


આ પણ વાંચો:- પાર્થિવ પટેલને મળી નવી જવાબદારી, હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કરશે આ કામ


ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારત સામે સીરિઝમાં બે અડધી સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગ્સની મદદથી વર્ષ 2017 પછી પહેલી વાર ટોપ-20માં જગ્યા મેળવવામાં સફળતા મેળવી છે.


ICC વન-ડે ટોપ ટેન બેટ્સમેન


રેન્ક ખેલાડી રેટિંગ
1 વિરાટ કોહલી 870
2 રોહિત શર્મા 842
3 બાબર આઝમ 837
4 રોસ ટેલર 818
5 એરોન ફિન્ચ 791
6 ફાફ ડુ પ્લેસીસ 790
7 ડેવિડ વોર્નર 773
8 કેન વિલિયમ્સન 765
9 ક્વિન્ટન ડી કોક 755
10 જોની બેરસ્ટો 754

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube