પાર્થિવ પટેલને મળી નવી જવાબદારી, હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કરશે આ કામ
પાર્થિવ પટેલ ગુરૂવારે ટેલેન્ટ સ્કાઉટના રૂપમાં આઈપીએલની વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે. પાર્થિવે બુધવારે નિવૃતિની જાહેરાત કરી હતી.
Trending Photos
મુંબઈઃ પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ (Parthiv Patel) ગુરૂવાર ઈન્ડિય પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે જોડાઈ ગયો છે. તે 'ટેલેન્ટ સ્કાઉટ' (નવી પ્રતિભાઓને શોધનાર)ની જવાબદારી સંભાળશે.
ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાર્થિવે બુધવારે નિવૃતીની જાહેરાત કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે નિવેદનમાં કહ્યું, 'પાર્થિવને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અપાર અનુભવ છે. આ સિવાય તેને આઈપીએલ સ્પર્ધાની પણ સારી સમજ છે.' મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યુ કે, તે પાર્થિવ ફ્રેન્ચાઇઝી સાથે જોડાતા ખુશ છે.
🗣 “@parthiv9 understands our ideology, the DNA of #MumbaiIndians and what we are trying to create at MI. We welcome him to our #OneFamily.” - Akash Ambani
Read more 👇https://t.co/qGY6v7jH9u
— Mumbai Indians (@mipaltan) December 10, 2020
તેણે કહ્યુ, જ્યારે પાર્થિવ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો, ત્યારે અમને તેની ક્રિકેટની સમજને જાણવાની તક મળી હતી. તેને ક્રિકેટનું ઊંડુ જ્ઞાન છે અને તેનાથી હું અમારી નવી પ્રતિભા શોધવાના કાર્યક્રમમાં તેના યોગનાન પ્રત્યે મને ખાતરી છે.
પાર્થિવે કહ્યુ, હું જ્યારે મુંબઈ તરફથી રમ્યો ત્યારે પૂરો આનંદ લીધો હતો. આ ચેમ્પિયન ટીમની સાથે ત્રણ વર્ષ પસાર કર્યા અને તે ક્ષણ હજુ મારા મગજમાં છે. આ મારી જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવાો સમય છે. હું મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ પાસેથી મળેલી આ તકને લઈને ઉત્સાહી, આશાવાદી અને આભારી છું.
IND vs ENG: આગામી વર્ષે ઈંગ્લેન્ડની ટીમ આવશે ભારતના પ્રવાસે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
મુંબઈએ 2015 અને 2017મા જ્યારે આઈપીએલ ટ્રોફી જીતી હતી. ત્યારે પાર્થિવ તેનો સભ્ય હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે