Team India છે Test માં Best, ICC Ranking માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ અવ્વલ
ગુરુવારે આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ટીમ (Team India) ટોપ પર દર્શાવાઇ છે. ટીમ ઈન્ડિયાએ ફરી સાબિત કરી દીધી કે તે છે ટેસ્ટમાં બેસ્ટ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ક્રિકેટના પંડિતો એવું કહેતા હોય છેકે, રિયલ ક્રિકેટ ઈઝ એ ટેસ્ટ ક્રિકેટ. એટલેકે, હાલ ભલે લીમીટેડ ઓવરની ક્રિકેટમેચમાં ટી-20 કે વન ડે મેચમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ થતી હોય પણ ખેલાડીનો સાચો ટેસ્ટ એટલેકે, સાચી પરીક્ષા તો ટેસ્ટ ક્રિકેટમાં જ થાય છે. ત્યારે ફરી એકવાર ટીમ ઈન્ડિયા સાબિત કરી બતાવ્યું છેકે, અમારી ટીમ છે ટેસ્ટમાં બેસ્ટ. આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગ (ICC Test Team Ranking) નુ વાર્ષિક અપડેટ જારી થવા પર ભારત પ્રથમ સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ બીજા સ્થાને છે. ગુરુવારે આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ટીમ (Team India) ટોપ પર દર્શાવાઇ છે.
Mohammed Siraj રડી-રડીને અડધો થઈ ગયો હતો, Virat Kohli એ ગળે લગાવ્યો અને બદલાઈ ગઈ જિંદગી
ICC Test Team Ranking ની જાહેરાતઃ
આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગ (ICC Test Team Ranking) નુ વાર્ષિક અપડેટ જારી થવા પર ભારત પ્રથમ સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ બીજા સ્થાને છે. ગુરુવારે આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ટીમ (Team India) ટોપ પર દર્શાવાઇ છે. ભારતીય ટીમ રેટીંગ આંક સહીત 121 પોઇન્ટ સાથે ટોપર છે. જેના 24 મેચમાં 2914 પોઇન્ટ મેળવ્યા હતા.
પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા અવ્વલઃ
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ભારત સામે મેદાને ઉતરનારી ટીમ ન્યુઝીલેન્ડ 120 આંક ધરાવે છે. તેના 18 ટેસ્ટમાં બે રેટીંગ અંક સહિત 2166 પોઇન્ટ છે. ભારતે ઓસ્ટ્રેલીયાને 2-1 અને ઇંગ્લેંડને 3-1 થી હરાવ્યુ હતુ. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ એ વેસ્ટઇન્ડીઝ અને પાકિસ્તાનને 2-0 થી હરાવ્યુ હતુ.
PICS: ક્રિકેટના ઈતિહાસની સૌથી દર્દનાક ઘટનાઓ, જેમાં 6 ખેલાડીઓને રમતના મેદાન પર મળ્યું મોત
આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ આ વાર્ષિક અપડેટ 2017-18 ના પરીણામોમાં જોડાશે. જેમાં મે 2020 થી રમવામાં આવેલી તમામ મેચોના સો ટકા અને બે વર્ષ પહેલાની મેચના 50 ટકા રેટીંગ મળ્યા છે. ઇંગ્લેંડ 109 રેટીંગ અંક સાથે ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલીયા 108 અંક સાથે ચોથા સ્થાન પર છે.
PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ
દક્ષિણ આફ્રિકા સાતમાં સ્થાને અને શ્રીલંકા આઠમા સ્થાન પર છે. જેઓ 80 અને 78 અંક ધરાવે છે. ભારત અને ન્યુઝીલેન્ડ સાઉથમ્પટનમાં 18 થી 22 જૂન દરમ્યાન પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પ્યિનશીપની ફાઇનલ રમશે. બંને ટીમો પાસે ખૂબ ઓછો સમય રહ્યો છે. જોકે બંને ટીમોનો દાવો છે કે, રમતમાં શાનદાર પ્રદર્શન કરીશુ.
Tarak Mehta Ka Oolta Chashma ની બબીતા અને જેઠાલાલ વચ્ચે છે ખાસ સંબંધ, જાણવા જેવી છે પડદા પાછળની કહાની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube