Mohammed Siraj રડી-રડીને અડધો થઈ ગયો હતો, Virat Kohli એ ગળે લગાવ્યો અને બદલાઈ ગઈ જિંદગી

મોહમ્મદ સિરાઝ (Mohammed Siraj) ની જિંદગીમાં એક એવો સમય આવ્યો, જ્યારે તે રડી-રડીને અડધો થઈ ગયો હતો. ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) એ સાથ આપ્યો હતો.

Updated By: May 12, 2021, 03:11 PM IST
Mohammed Siraj રડી-રડીને અડધો થઈ ગયો હતો, Virat Kohli એ ગળે લગાવ્યો અને બદલાઈ ગઈ જિંદગી

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ (Mohammed Siraj) બહુ જ ઓછા સમયમાં કામયાબીની બુલંદીઓ હાંસલ કરી લીધી. મોહમ્મદ સિરાઝ ભારત માટે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 3 ટી-20 ઈંટરનેશનલ અને એક વન-ડે મેચ રમી ચુક્યો છે. મોહમ્મદ સિરાઝ (Mohammed Siraj) ની જિંદગીમાં એક એવો સમય આવ્યો, જ્યારે તે રડી-રડીને અડધો થઈ ગયો હતો. ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) એ સાથ આપ્યો હતો.

Bollywood માં સૌથી વધારે રેપ સીન આપનારી Actress ક્યાં ગાયબ થઈ ગઈ? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ

મોહમ્મદ સિરાઝને વિરાટ કોહલીએ સંભાળ્યોઃ
ગત વર્ષો મોહમ્મદ સિરાઝના પિતાનું નિધન થઈ ગયું હતું. તે સમયે તે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની સાથે હતો. કોરોનાના પ્રોટોકોલના કારણે તે પોતાના પિતાના અંતિમ દર્શન પણ નહોંતો કરી શક્યો. પિતાના નિધન બાદ મોહમ્મદ સિરાઝ પોતાની હોટલના રૂમમાં રડવા લાગ્યો. ત્યારે વિરાટ કોહલીએ તેને સહારો આપ્યો હતો.

Vaccine લગાવ્યા પછી અહીં વૃદ્ધો કરી રહ્યાં છે પાર્ટનરની શોધ! આવી Love એટ ‘સેકન્ડ’ Sight અને Dating ની મૌસમ

સિરાઝને કોહલીએ લગાવ્યો ગળેઃ
મોહમ્મદ સિરાઝે હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈંડ્યાને આપેલાં એક ઈંટરવ્યૂમાં કહ્યુંકે, મને યાદ છે હું હોટલના રૂમમાં કેવી રીતે રડી રહ્યો હતો. ત્યારે વિરાટ ભૈયા મારા રૂમમાં આવ્યાં અને મને ગળે લગાવ્યો. વિરાટ ભૈયાએ ત્યારે મને ગળે લગાવીને કહ્યું હું તારી સાથે છું ચિંતા ના કરીશ. મેં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતાના પિતાને ગુમાવી દીધાં હતાં. હું તૂટી ગયો હતો, હારીને નાસીપાસ થઈ ગયો હતો. તે સમયે વિરાટ ભૈયાએ મને તાકાત આપી, હિંમત આપી, મારો સપોર્ટ કર્યો. હું મારા કરિઅરનો શ્રેય વિરાટ ભૈયાનાને આપું છું.

PICS: ક્રિકેટના ઈતિહાસની સૌથી દર્દનાક ઘટનાઓ, જેમાં 6 ખેલાડીઓને રમતના મેદાન પર મળ્યું મોત

'વિરાટ ભૈયાએ બનાવ્યું મારું કરિઅર'
સિરાઝે કહ્યુંકે, વિરાટ ભૈયા હંમેશા મને કહે છેકે, સારી અંદાર ટેલેન્ટ છે, પ્રતિભા છે, તું કોઈપણ વિકેટ પર કોઈપણ બેટ્સમેનને મુશ્કેલીમાં મુકી શકે છે. તેમણે હંમેશા મને સપોર્ટ કર્યો. આજે હું જે કંઈ પણ બની શક્યો છુ્ં એમાં વિરાટ કોહલીનું મહત્ત્વનું યોગદાન છે. વિરાટ ભૈયાએ મારું કરિઅર બનાવ્યું છે. વિરાટ કોહલી હંમેશા દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપતા રહ્યાં.

Photos: ભારતના તે 5 શહેર, જેમના નામ રાક્ષસોના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો રોચક ઈતિહાસ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિરાઝે ટેસ્ટ ડેબ્યૂ કર્યું:
જણાવી દઈએકે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મોહમ્મદ સિરાઝે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે આઈપીએલના પહેલાં હાફમાં પણ સિરાઝ ખુબ જ સારા ફોર્મમાં હતો. સિરાઝે 7 મેચોમાં 6 વિકેટ લીધી હતી. ખાસ વાત એ પણ છેકે, સિરાઝે 6 થી વધારેના શાનદાર ઈકોનોમી રેટ સાથે બોલિંગ કરી હતી.

Tarak Mehta Ka Oolta Chashma ની બબીતા અને જેઠાલાલ વચ્ચે છે ખાસ સંબંધ, જાણવા જેવી છે પડદા પાછળની કહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube