ICC RANKINGS: વનડે રેન્કિંગમાં કોહલી ટોપ પર યથાવત, બુમરાહને થયું નુકસાન
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 35 અને 64 રનની ઈનિંગ રમી બેટ્સમેનોમાં પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 42મી રેન્કિંગ હાસિલ કરવામાં સફળ રહ્યો અને રિષભ પંતે ટોપ-100માં પ્રવેશ કરી લીધો છે.
દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli ODI ICC rankings) બુધવારે જારી આઈસીસી વનડે બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર યથાવત છે, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah ODI ICC rankings) બોલરોના રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ અને બીજી વનડેમાં ક્રમશઃ 56 અને 66 રનની ઈનિંગ રમી હતી, જેથી તેના 870 પોઈન્ટ થઈ ગયા છે.
બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સિરીઝમાં બહાર રહ્યો હતો, જેથી તે એક સ્થાન નીચે ખસી ગયો અને બોલરોના રેન્કિંગમાં 690 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ (Babar Azam ODI ICC rankings) બીજા સ્થાને છે. તો કેએલ રાહુલ 31માંથી 27માં સ્થાને પહોંચી ગયો છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 35 અને 64 રનની ઈનિંગ રમી બેટ્સમેનોમાં પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 42મી રેન્કિંગ હાસિલ કરવામાં સફળ રહ્યો અને રિષભ પંતે ટોપ-100માં પ્રવેશ કરી લીધો છે.
આ પણ વાંચોઃ IPL 2021 : આઈપીએલ પહેલા ચહલની પત્ની ધનશ્રી સાથે ભાંગડા કરતો જોવા મળ્યો ધવન, જુઓ Video
સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરના ભુવનેશ્વર કુમારને પણ 9 સ્થાનનો ફાયદો થયો અને તે 11માં સ્થાને પહોંચી ગયો છે, જે સપ્ટેમ્બર 2017માં તેના 10માં સ્થાન બાદ સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. શાર્દુલ ઠાકુર 13 સ્થાનના ફાયદા સાથે 80માં સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ માટે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ચાર સ્થાનનો ફાયદો થયો અને તે 24માં સ્થાને પહોંચી ગયો છે.
તેણે બીજી વનડેમાં 99 રન બનાવ્યા હતા અને તે ઓલરાઉન્ડરોમાં બીજા સ્થાને છે જ્યારે જોની બેયરસ્ટોએ કરિયરના સર્વશ્રેષ્ઠ 796 રેટિંગ પોઈન્ટથી પોતાનું સાતમું સ્થાન જાળવી રાખ્યુ છે. મોઇન અલી 9 સ્થાનના ફાયદા સાથે બોલરોની યાદીમાં 46માં સ્થાને પહોંચી ગયો છે. ટી20 આંતરરાષ્ટ્રીયની તાજારેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં રાહુલ અને કોહલીને એક-એક સ્થાનનું નુકસાન થયુ જેથી બન્ને ક્રમશઃ પાંચમાં અને છઠ્ઠા સ્થાને ખસી ગયા છે.
આ પણ વાંચોઃ IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધીની સીઝનના 25 અનોખા રેકોર્ડ
કોઈપણ ભારતીય બોલર અને ઓલરાઉન્ડર યાદીમાં ટોપ-10મા સામેલ નથી. ટેસ્ટ રેન્કિંગમાં સ્પિનર અશ્વિને ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ બાદ બીજુ સ્થાન જાળવી રાખ્યુ છે. ઓલરાઉન્ડરની યાદીમાં જાડેજા ત્રીજા અને અશ્વિન ચોથા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube