ICC ની બેઠકમાં વિવાદિત `અમ્પાયર્સ કોલ` પર મહત્વનો નિર્ણય, DRS નિયમમાં થયો ફેરફાર
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અમ્પાયર કોલને ભ્રમિત કરનાર ગણાવ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી આ વિવાદનો વિષય રહ્યો છે. પરંતુ આઈસીસીએ તેને જારી રાખવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની ગુરૂવારે યોજાયેલી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બોર્ડે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલ 'અમ્પાયર્સ કોલ'ને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે. બેઠકમાં તે વાત પસ સહમતિ બની કે અમ્પાયરોના નિર્ણયને પડકારતી સમીક્ષા સિસ્ટમ (DRS) યથાવત રહેશે. પરંતુ હાલની બેઠકમાં ડીઆરએસ નિયમોમાં કેટલાક ફેરવામાં આવ્યા છે પરંતુ અમ્પાયર્સ કોલને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં રમાયેલી વનડે સિરીઝ દરમિયાન અમ્પાયર્સ કોલ ચર્ચાનો વિષય રહ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અમ્પાયર્સ કોલને ભ્રમિત કરનારો ગણાવ્યો હતો ત્યારબાદ ક્રિકેટના દિગ્ગજોએ પોતાનો મત આપ્યો હતો. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્મણ, આકાશ ચોપડા, ઇરફાન પઠાણે તેને લઈને ચર્ચા કરી હતી.
આ પણ વાંચો- IPL 2021: એકપણ મેચ ન રમવા છતાં ઐય્યરને મળશે પૂરો પગાર, જાણો કઈ રીતે?
હાલના નિયમો અનુસાર જો અમ્પાયરના નોટઆઉટના નિર્ણયને પડકારવામાં આવે તો તેને બદલવા માટે બોલનો 50 ટકાથી વધુ ભાગ ઓછામાં ઓછી એક સ્ટમ્પને ટકરાવો જોઈએ. આમ ન થવાની સ્થિતિમાં બેટ્સમેન નોટઆઉટ રહે છે.
સંચાલન સંસ્થા દ્વારા બુધવારે બોર્ડની બેઠક પૂરી થયા બાદ જારી નિવેદનમાં આઈસીસીની ક્રિકેટ સમિતિના પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યુ, 'અમ્પાયર્સ કોલને લઈને ક્રિકેટ સમિતિમાં શાનદાર ચર્ચા થઈ અને તેના ઉપયોગનું વિસ્તૃત આકલન કરવામાં આવ્યું. ડીઆરએસનો સિદ્ધાંત તે છે કે મેચ દરમિયાન સ્પષ્ટ ભૂલને દૂર કરી શકાય, જ્યારે તે પણ નક્કી કરી શકાય કે મેદાન પર નિર્ણય કરનારના રૂપમાં અમ્પાયરોની ભૂમિકા યથાવત રહે. અમ્પાયર્સ કોલથી તેમ થાય છે અને આ કારણ છે કે તે મહત્વપૂર્ણ છે કે તે યથાવત રહે.'
આઈસીસીએ કહ્યું, LBW ના રિવ્યૂ માટે વિકેટ ઝોનની ઉંચાઈને બધારી સ્ટમ્પના શીર્ષ સુધી કરી દેવામાં આવે છે. તેનો મતલબ થયો કે જો રિવ્યૂ લેવા પર બેલ્સની ઉપર સુધીની ઉંચાઈ પર ધ્યાન આપવામાં આવશે, જ્યારે પહેલા બેલ્સના નિચલા ભાગ સુધીની ઉંચાઈ પર ધ્યાન આપવામાં આવતું હતું. તેનાથી વિકેટ ઝોનની ઉંચાઈ વધી જશે. બીજો ફેરફાર તે કરવામાં આવ્યો છે કે LBW ના નિર્ણયની સમીક્ષા પર નિર્ણય લેતા પહેલા ખેલાડી અમ્પાયરને પૂછી શકશે કે બોલ રમવાનો વાસ્તવિક પ્રયાસ કર્યો હતો કે નહીં. ત્રીજો ફેરફાર- હવે ત્રીજા અમ્પાયર શોર્ટ રનની સ્થિતિમાં રિપ્લે જોઈ તેની સમીક્ષા કરી શકશે અને જો કોઈ ભૂલ થાય છે તો આગામી બોલ ફેંકાતા પહેલા તેને યોગ્ય કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube