IPL 2021: એકપણ મેચ ન રમવા છતાં ઐય્યરને મળશે પૂરો પગાર, જાણો કઈ રીતે?

શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી શ્રેણીમાં ખભામાં ઈજા થતાં તે બાકીની મેચ રમી શક્યો ન હતો. જોકે હવે દિલ્લી કેપિટલ્સનો કેપ્ટન આઈપીએલની સિઝનમાં એકપણ મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને દિલ્લી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી છે. જોકે આ સિઝનમાં એકપણ મેચ ન રમવા છતાં શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ને પૂરો પગાર મળશે.

IPL 2021:  એકપણ મેચ ન રમવા છતાં ઐય્યરને મળશે પૂરો પગાર, જાણો કઈ રીતે?

નવી દિલ્લી: આઈપીએલની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. તે પહેલાં દિલ્લી કેપિટલ્સ (Delhi Capitals) ને મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે ટીમનો સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ખભાની ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. દિલ્લી કેપિટલ્સના આ ખેલાડીને દરેક સિઝન માટે 7 કરોડ રૂપિયા મળે છે અને પ્લેયર ઈન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત તેને આ વખતે પણ 7 કરોડ રૂપિયા એટલે પૂરો પગાર મળશે.

ક્યારે ઈજા થઈ હતી શ્રેયસને:
શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ને ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં ફિલ્ડીંગ દરમિયાન ઈજા થઈ હતી. બીસીસીઆઈ (BCCI) ના જણાવ્યા પ્રમાણે 8 એપ્રિલે તેની સર્જરી થશે.

IPL પ્લેયર ઈન્શ્યોરન્સ શું છે?:
તે ખેલાડી જે ટીમ ઈન્ડિયાના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ છે. તેને ઈન્શ્યોરન્સ પોલિસીની સુવિધા મળે છે. તેની શરૂઆત IPLની 2011ની સિઝનમાં થઈ હતી. આ પોલિસી અંતર્ગત ઈજાના કારણે IPL ન રમવા પર ખેલાડીઓને વળતર ચૂકવવામાં આવે છે.

કયા આધારે આપવામાં આવે છે વળતર:
પ્લેયર ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત ઈજાના કારણે કોઈ ભારતીય ખેલાડી જેટલી મેચ રમતો નથી. તેને ટીમની કુલ મેચના આધારે તે મેચના પૂરા પૈસા આપવામાં આવે છે. શ્રેયસ ઐય્યર (Shreyas Iyer)ની વાત કરીએ તો તે આખી સિઝન બહાર છે. એવામાં તેને ઈન્શ્યોરન્સના કારણે સાત કરોડ રૂપિયાની રકમ મળશે.

વળતર રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે:
વળતર રકમ ખેલાડીની કુલ કોન્ટ્રાક્ટ રકમ અને કેટલી મેચમાં તે ભાગ નહીં લે તેના આધારે નક્કી કરવામાં આવે છે. BCCIએ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે જો રોહિત શર્માને ઈજાને જમણા ખભામાં ઈજા પહોંચી છે અને તે રેહેબિલિટેશનમાંથી પસાર થશે. તેની રિકવરી પર એપ્રિલના બીજા અઠવાડિયામાં કહેવામાં આવશે કે આઈપીએલ (IPL) 2021માં તેની વાપસી ક્યારે થશે. તેનો અર્થ એ કે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ઓછામાં ઓછી 3 ગ્રૂપ લીગ મેચ નહીં રમે. રોહિત શર્માની આઈપીએલ (IPL) 2021માં સેલરી 15 કરોડ રૂપિયા છે. તો તેની કુલ સંખ્યાના આધારે તેને વળતર આપવામાં આવશે. આ ખેલાડીના થોડાક સમય દૂર રહેવાની સ્થિતિ છે. જોકે એક ખેલાડીના વળતર સંબંધી ફ્રેન્ચાઈઝી દ્વારા સમાન રીતે શેર કરવામાં આવે છે. ઐય્યરના મામલામાં દિલ્લી કેપિટલ્સ અને બીસીસીઆઈ સમાન રીતે શેર કરશે. જોકે ઐય્યર આખી સિઝન બહાર રહેશે તો બીસીસીઆઈ (BCCI) તેને પૂરી રકમ આપી દેશે.

ખેલાડીઓની ઈજા પર BCCIને કોણ જાણ કરે છે:
ભારતીય ટીમના ફિઝિયો અને બીસીસીઆઈ (BCCI) મેડિકલ ટીમ જો કોઈ ખેલાડી IPLમાં રિપોર્ટ કર્યા પછી ઈજાગ્રસ્ત થઈ જાય તો ફ્રેન્ચાઈઝીના ફિઝિયો અને ડૉક્ટર મેડિકલ રિપોર્ટ જમા કરે છે. બધા મેડિકલ સલાહ ટેસ્ટ રિપોર્ટની સાથે હોય છે. જો કોઈ ખેલાડી આઈપીએલ (IPL)માં રિપોર્ટ કર્યા પછી ટૂર્નામેન્ટમાંથી બહાર  થાય છે. તો પછી વળતર બીસીસીઆઈ અને સંબંધિત ફ્રેન્ચાઈઝી બરોબર વહેંચે છે. ઉલ્લેખનીય છે કે ઈશાંત શર્મા, ઝહીર ખાન અને આશિષ નહેરાને BCCI તરફથી વળતર મળ્યું હતું. કેમ કે ઈજા થવાના કારણે તે IPLની સિઝનમાંથી બહાર થઈ ગયા હતા.

દિલ્લી કેપિટલ્સને કેટલો મોટો ફટકો:
શ્રેયસ ઐય્યર (Shreyas Iyer)ના ન રમવાથી દિલ્લીને મોટો ફટકો પડશે. કેમ કે 2010ની સિઝનમાં શ્રેયસે 17 મેચમાં 3 અર્ધસદી સાથે 519 રન બનાવ્યા હતા. જેમાં સૌથી હાઈએસ્ટ સ્કોર અણનમ 88 રન રહ્યો. આ દરમિયાન તેણે 40 ફોર અને 16 સિક્સ ફટકારી હતી. તેના ન રમવાથી દિલ્લીના બેટિંગ લાઈનઅપને મોટું નુકસાન થવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news