દુબઈઃ ICC T20 Ranking: ભારતીય બેટર સૂર્યકુમાર યાદવે લેટેસ્ટ આઈસીસી ટી20 રેન્કિંગમાં બીજુ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે શ્રેયસ અય્યર બે સ્થાનના ફાયદાની સાથે 19મા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનનો બાબર આઝમ બેટરોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યકુમાર બીજા નંબર પર
સૂર્યકુમાર યાદવ ભારતીયોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર છે, જેના 805 પોઈન્ટ છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ હાલમાં સમાપ્ત થયેલી સિરીઝના અંતિમ ટી20 મુકાબલામાં 64 રન બનાવનાર અય્યર પ્રથમ ચાર મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. બોલરોમાં સ્પિનર રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. 


બિશ્નોઈ અને કુલદીપને થયો ફાયદો
બિશ્નોઈએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની બે મેચમાં છ વિકેટ ઝડપી હતી, જેનાથી તે 50 સ્થાનની છલાંગ લગાવતા 44મા સ્થાને પહોંચી ગયો છે. તો કુલદીપે અંતિમ ટી20 મેચમાં ત્રણ વિકેટ લીધી હતી, તે 58 સ્થાનના ફાયદા સાથે 87માં ક્રમે પહોંચી ગયો છે. 


આ પણ વાંચોઃ ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે કરી સંન્યાસની જાહેરાત, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ  


ભુવનેશ્વર કુમારને થયું નુકસાન
સીનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સારૂ પ્રદર્શન કર્યું છતાં તે એક સ્થાનના નુકસાન સાથે નવમાં સ્થાને છે. આફ્રિકાના રીઝા હેન્ડ્રિક્સને પણ રેન્કિંગમાં લાભ થયો છે. આયર્લેન્ડ સામે 74 અને 42 રનની ઈનિંગની મદદથી તે 13મા સ્થાને પહોંચી ગયો છે. 


લોકી ફર્ગ્યૂસનના રેન્કિંગમાં સુધાર
દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ 10 સ્થાનના ફાયદા સાથે રેન્કિંગમાં 18મા ક્રમે પહોંચ્યો, જ્યારે એનડિગી (23મો નંબર) અને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસન (31મો નંબરે પણ પોતાના રેન્કિંગમાં સુધાર કર્યો છે.


બાબર આઝમ ટી20 ક્રિકેટમાં નંબર વન બેટર
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટી20 ક્રિકેટમાં નંબર વન બેટર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ અને અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી બોલર અને ઓલરાઉન્ડરની યાદીમાં ક્રમશઃ પ્રથમ સ્થાને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube