નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)નું સંપૂર્ણ શિડ્યુલ(Schedule) જાહેર થઈ ગયું છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા(Australia)માં યોજાવાની છે. ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. જેમાંથી 10 ટીમને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે. બાકીની 6 ટીમે ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ રમીને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2020માં પોતાનું સ્થાન પાકું કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ(ICC) આમ તો આ ટૂર્નામેન્ટનું શિડ્યુલ અગાઉ પણ જાહેર કર્યું હતું, પરંતુ એ સમયે તેમાં રમનારી ટીમના નામ નક્કી ન હતા. આઈસીસી ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ પૂરી થવાની સાથે જ હવે તેની તમામ ટીમો પણ ફાઈનલ થઈ ગઈ છે. 


સુપર-12ની ટીમો
ભારત અને પાકિસ્તાન સહીત કુલ 8 ટીમને ટી20 વર્લ્ડ કપ સુપર-12માં સીધું જ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. શ્રીલંકા સહિત બાકીની 8 ટીમ ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ રમશે. આ 8 ટીમમાંથી 4 ટીમ સુપર-12માં સ્થાન બનાવશે. 


સ્કોટલેન્ડ અને ઓમાન પહોંચ્યું ટી-20 વર્લ્ડ કપ ફ્વોલિફાયરમાં, આ ટીમને મળી હાર


ક્વોલિફાઈંગ મેચ
આઈસીસી ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાઈંગની મેચો તાજેતરમાં જ રમાઈ હતી. જેમાં નેધરલેન્ડ્સ ચેમ્પિયન બન્યું હતું. તેણે ફાઈનલમાં પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું હતું. આ બંને ટીમે ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ બંને ટીમ ઉપરાંત ઓમાન, સ્કોટલેન્ડ, નામીબિયા અને આયર્લેન્ડની ટીમ પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. 


શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછા રેન્કિંગના કારણે 7મા ટી20 વર્લ્ડ કપના સુપર-12માં સીધા ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી હતી. હવે આ બંને ટીમે 2020માં યોજાનારી આ ટૂર્નામેટન્ટમાં સ્થાન બનાવવા માટે ગ્રૂબ લેવલની મેચો રમવી પડશે. 


ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક માટે કર્યું ક્વોલિફાય, USAને 6-5થી હરાવ્યું


પુરુષ ટી20 વર્લ્ડ કપનો પ્રથમ રાઉન્ડ 
ગ્રૂપ-A : શ્રીલંકા, પાપુઆ ન્યૂ ગિની, ઓમાન, આયર્લેન્ડ
ગ્રૂપ-B : બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નામીબિયા, સ્કોટલેન્ડ
આ બંને ગ્રૂપમાંથી ટોચની 2-2 ટીમ સુપર-12માં સ્થાન મેળવશે. 


સુપર-12 ગ્રૂપની ટીમ 
ગ્રૂપ-1 : ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, ગ્રૂપ-એ વિજેતા અને ગ્રૂપ-બીની નંબર-2 ટીમ
ગ્રૂપ-2 : ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ગ્રૂપ-બી વિજેતા અને ગ્રૂપ-એની નંબર-2 ટીમ


ICC T20 વર્લ્ડ કપમાં ભારતની મેચ


  • 24 ઓક્ટોબરઃ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ

  • 29 ઓક્ટોબરઃ ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-એ, મેલબોર્ન

  • 1 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મેલબર્ન

  • 5 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-બી, એડિલેડ

  • 8 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, સિડની


ICC T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ અને ફાઈનલ 


  • 11 નવેમ્બરઃ સેમીફાઈનલ-1, સિડની

  • 12 નવેમ્બરઃ સેમીફાઈનલ-2, એડિલેડ

  • 15 નવેમ્બરઃ ફાઈનલ, મેલબર્ન 


જુઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....