સ્કોટલેન્ડ અને ઓમાન પહોંચ્યું ટી-20 વર્લ્ડ કપ ફ્વોલિફાયરમાં, આ ટીમને મળી હાર
વર્ષ 2020માં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે ઓમાન અને સ્કોટલેન્ડની ટીમ ક્વોલિફાય થઇ છે. ત્યારે ઓમાનની ટીમે બુધવારે આઇસીસી મેન્સ વર્લ્ડ ટી-20 ક્વોલિફાયર (ICC Men`s World T20 Qualifier)માં હોંગકોંગને હરાવ્યું અને ટી-20 વર્લ્ડ કપમાં રમવા માટે ક્વોલિફાય થઈ છે
Trending Photos
દુબઈ (યૂએઈ): વર્ષ 2020માં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે ઓમાન અને સ્કોટલેન્ડની ટીમ ક્વોલિફાય થઇ છે. ત્યારે ઓમાનની ટીમે બુધવારે આઇસીસી મેન્સ વર્લ્ડ ટી-20 ક્વોલિફાયર (ICC Men`s World T20 Qualifier)માં હોંગકોંગને હરાવ્યું અને ટી-20 વર્લ્ડ કપમાં રમવા માટે ક્વોલિફાય થઈ છે. ત્યારે બીજી તરફ સ્કોટલેન્ડે યૂએઈને હરાવી આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઓમાને બુધવારે હોંગકોંગની સામે યોજાયેલી મેચમાં 12 રનથી જીત હાંસલ કરી હતી. આ જીતથી વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરનાર સ્કોટલેન્ડ પાંચમી અને ઓમાન છઠી ટીમ બની ગઇ છે. આ પહેલા ટૂર્નામેન્ટમાં આયર્લેન્ડ, પપુઆ ન્યૂ ગિની, નેધરલેન્ડ્સ, નામિબીઆએ ક્વોલિફાઇ કર્યું છે.
ખરાબ શરૂઆત બાદ સ્ટેબલ થયું ઓમાન
હોંગકોંગની સામે ઓમાનની શરૂઆત ખરાબ રહી હતી અને પાંચ ઓવરમાં જ 22 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 9 ઓવરમાં સ્કોર 6 વિકેટ પર માત્ર 46 સુધી પહોંચ્યો હતો. ઓપનર જતિંદર સિંહે માત્ર 50 બોલમાં નાબાદ 67 રન બનાવ્યા અને આમિર કલીમની સાથે 42 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ તેણે મોહમ્મદ નસીમની સાથે 19 બોલમાં 50 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 134 રને પહોંચ્યો હતો.
સતત વિકેટ ગુમાવવાના કારણે હાર્યું હોંગકોંગ
ઓમાનના બોલર બિલાલ ખાન અને ફૈયાઝ ભટ્ટે પહેલી ચાર ઓવરમાં જ પાંચ વિકેટ લઇને હોંગકોંગને સારુ પ્રદર્શન કરવાથી રોકી અને માત્ર 18 રન પર જ પાંચ વિકેટ ગુમાવવાથી હોંગકોંગની મુશ્કેલીઓ વધી ગઇ હતી. હોંગકોંગ તરફથી સ્કોટ મેક્ચેનીએ એરોન અરશદની સાથે 52 રન જોડ્યા. પરંતુ ઓમાને હોંગકોંગની સતત બે વિકેટ ઝડપી તેમની મુશ્કેલીઓ વધારી દીધી હતી. છેલ્લી 6.3 ઓવરમાં હોંગકોંગની ત્રણ વિકેટ રહેતા 53 જોઇતા હતા. ટીમ 20 ઓવર સુધીમાં 9 વિકેટ ગુમાવી માત્ર 122 રન બનાવી શકી હતી જેનાથી ઓમાનને વર્લ્ડ કપની ટિકીટ મળી હતી.
સ્કોટલેન્ડે આપ્યું યૂએઈને મોટું લક્ષ્ય
ત્યારે સ્કોટલેન્ડે યૂએઈને 90 રનથી માત આપી વર્લ્ડ કપમાં જગ્યા બનાવી છે. સ્કોટલેન્ડ તરફથી જોર્જ મુનસે (64) અને કાઈલ કોએટ્ઝર (34)એ શાનદાર શરૂઆત કરી હતી. મુસનેની હાફ સેન્ચ્યુરી બાદ બંનેની જોડી તુટી ગઇ હતી. 14 ઓવરમાં સ્કોટલેનડે 2 વિકેટ ગુમાવી 119 રન બનાવ્યા હતા. ત્યારબાદ રચી બેરિંગ્ટને 18 બોલમાં 8 રન બનાવી 6 વિકેટના નુકસાન પર જ 198 રનનો મોટો સ્કોર ઉભો કરયો હતો.
સસ્તેમાં સમેટાઈ ગઇ યૂએઈ
199 રનનો પીછો કરી રહેલી ઊત્તર યૂએઈની શરૂઆત ખરાબ રહી હતી. ચિરાગ સૂરી પહેલી જ ઓવરમાં આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં રોહન મુસ્તફા પણ પેવેલીયન પરત ફર્યો હતો. શાહેજાદે 34 રનના સ્કોર પર સરળતાથી પોતાની વિકેટ ગુમાવી હતી. અહીંથી સતત વિકેટ ગુમાવતા રહ્યાં અને 14 ઓવરમાં 86ના સ્કોર પર જ સ્કોટલેન્ડની સાત વિકેટ ગુમાવી અને સંપૂર્ણ ટીમ 19મી ઓવરમાં 108 રન પર સમેટાઈ ગઇ હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે