નવી દિલ્હીઃ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર નંબર વન ઓલરાઉન્ડરની ખુરશી હાસિલ કરી લીધી છે. ટે,સ્ટ ક્રિકેટના તાજા રેન્કિંગમાં વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરને પાછળ છોડતા જાડેજા નંબર-1 બની ગયો છે. તો આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટરોની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માને નુકસાન થયુ, જ્યારે પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે મોટી છલાંગ લગાવી ટોપ-5માં જગ્યા બનાવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી 385 રેટિંગ પોઈન્ટ સાથે આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં નંબર-2 પર હતો, પરંતુ જેસન હોલ્ડરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જારી ટેસ્ટ સિરીઝમાં નુકસાન થયુ છે. હવે તે 357 પોઈન્ટ સાથે બીજા સ્થાને ખસી ગયો છે, જ્યારે જાડેજા નંબર વન બની ગયો છે. ત્રીજા નંબર પર આર અશ્વિન છે, તેના ખાતામાં 341 પોઈન્ટ છે. પરંતુ નજીકના ભવિષ્યમાં ભારતે કોઈ ટેસ્ટ મેચ રમવાની નથી. તેવામાં તેના રેન્કિંગમાં નુકસાન થઈ શકે છે. 


આ પણ વાંચોઃ KKR Team Review IPL 2022: કોલકત્તા નાઈટ રાઈડર્સની મજબૂતી, કમજોરી અને X-Factor


જો બેટિંગની વાત કરીએ તો રોહિત શર્મા અત્યાર સુધી છઠ્ઠા સ્થાને હતો, પરંતુ પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા, જેથી તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. તેવામાં શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્ને અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક-એક સ્થાનનું નુકસાન થયુ છે. વિરાટ કોહલી 9માં અને પંત 10માં સ્થાને છે. 


આઈસીસી ટેસ્ટ રેન્કિંગ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube