KKR Team Review IPL 2022: કોલકત્તા નાઈટ રાઈડર્સની મજબૂતી, કમજોરી અને X-Factor

IPL 2022માં શાહરૂખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમ એક નવા અંદાજમાં જોવા મળશે. શ્રેયશ ઐય્યરની આગેવાની વાળી ટીમ મજબૂત દેખાઈ રહી છે. ટીમ પાસે અનુભવી દિગ્ગજ અને યુવા ટેલેન્ટના હોવાથી ટીમમાં વેરિએશન છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ ગત વર્ષની રનર અપ છે તો આ વખતે આ ટીમ ટાઈટલ જીતવાનો પુરો પ્રયાસ કરશે.

KKR Team Review IPL 2022: કોલકત્તા નાઈટ રાઈડર્સની મજબૂતી, કમજોરી અને X-Factor

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકેટ લીગ એટલે કે ઈન્ડિયન પ્રિમિયર લીગ-2022 26 માર્ચથી શરૂ થશે. ટર્નામેન્ટની પ્રથમ મેચ ગત સિઝનની રનર અપ અને ચેમ્પિયન ટીમ એટલે કે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. શ્રૈય્યશ ઐય્યરની આગેવાની હેઠળ ટીમ કોરબો લડબો જીતબો સ્લોગન અનુસાર ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન અને જૂહી ચાવલાની સહમાલિકીની ટીમ 2 વખત ટૂર્નામેન્ટ જીતી ચુકી છે.

શ્રેયસ ઐય્યર સામે ગંભીર ચેલેન્જ
કેપ્ટન શ્રેયસ ઐય્યર પર સૌથી વધુ પ્રેશર ટીમને ગૌતમ ગંભીર જેવી સફળતા અપાવવી. ગંભીરની આગેવાનીમાં કેકેઆર 2012 અને 2014માં ચેમ્પિયન થઈ હતી. જે બાદ કેકેઆરને બે કેપ્ટન બદાલાયા, પણ ફરી ચેમ્પિયન બનવામાં ટીમ નિષ્ફળ રહી. દિનેશ કાર્તિક બાદ વર્લ્ડ કપ વિનર કેપ્ટન ઈયાન મોર્ગને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. જોકે, એમ એસ ધોનની ચૈન્નઈ સુપર કિંગ્સ સામે 27 રનથી ટીમ હારી ગઈ હતી.

KKRની તાકત
આ ટીમની તાકત છે યુવા ખેલાડીઓ અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ. કેકેઆર પાસે શ્રેયસ ઐય્યર, આંદ્રે રસલ, સુનીલ નારાયણ, ટિમ સાઉદી અને પેટ કમિન્સનો અનુભવ છે. તો, વેંકટેશ ઐય્યર, બાબા ઈન્દ્રજીત, શિવમ માવી અને વરુણ ચક્રવર્તી જેવા મેચ વિનર યુવા ખેલાડી પણ છે. ત્યારે, કેપ્ટન શ્રેયસ ઐય્યર હાલના સમયમાં ગજબ ફોર્મમાં છે. જ્યારે ધાકાડ સ્પિનર સુનીલ નારાયણ હમેશા ટીમ માટે મેચ વિનર રહ્યા છે. અને આંદ્રે રસલ અને વેંકટેશનું બેટ ચાલ્યું તો ટીમ કોઈ પણ મેચ જીતી શકે છે.

KKRની કમજોરી
શુભમન ગીલની ગેરહાજરીમાં ટીમની ઓપનિંગ જોડી થોડી નબળી લાગી રહી છે. વેંકટેશ ઐય્યર સાથે ઓપનિંગ માટે અનુભવી અજીંક્ય રહાણે અને એરોન ફિન્ચ છે. પણ બંનેનું હાલનું ફોર્મ સારું નથી. સુનીલ નારાયણ અને નીતીશ રાણા પણ ટીમનું ઓપનિંગ વિક્લપ રહી શકે છે, પણ તે કામ ચલાઉ સાબિત થશે. કેકેઆર અને કેપ્ટન ઐય્યરે આનો તોડ કોઢવો પડશે. કેકેઆર પાસે ટિમ સાઉદી અને પેટ કમિન્સ સિવાય બીજા કોઈ સ્ટાર પેસ બોલર નથી.

કેપ્ટન શ્રેયસ ટીમનો X ફેક્ટર
ફ્રેન્ચાઈઝીએ ટીમ ઈન્ડિયાના ધમાકેદાર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. તે એ જ સુકાની છે જેણે ગૌતમ ગંભીરના પદ છોડ્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમને જીવન આપ્યું હતું. રોહિત શર્માની જેમ, તે પણ મુંબઈનો છે અને જાણે છે કે ખેલાડીમાંથી શ્રેષ્ઠ કેવી રીતે લાવવું. ફ્રેન્ચાઈઝી માટે સૌથી ખુશીની વાત એ છે કે ઐય્યર શાનદાર ફોર્મમાં છે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં કોઈ બોલર તેને આઉટ કરી શક્યો નહોતો. તેણે સતત 3 અણનમ અડધી સદી ફટકારી હતી. જો તેનું બેટ આ રીતે રન વગાડવાનું ચાલુ રાખશે તો ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી શકે છે તેમાં કોઈ શંકા નથી.  

KKRનો સ્ક્વોડ
શ્રેયસ ઐય્યર, અજીંક્ય રહાણે, રિંકૂ સિંહ, આરોન ફિન્ચ, બી ઈન્દ્રજીત, નિતીશ રાણા, અભિજીત તોમર, પ્રથમ સિંહ, અમન ખાન, રમેશ કુમાર, આંડ્રે રસલ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વેંકટેશ ઐય્યર, પેટ કમિન્સ, મોહમ્મદ નબી, શિવમ માવી, શેલ્ડન જેક્સન, સેમ બિલિંગ્સ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, અશોક શર્મા, ટિમ સાઉદી, ચમિકા કરુણારત્ને અને રસિખ સલામ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news