નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) 2023થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ મુકાબલાને ફરજીયાત ચાર દિવસીય કરવા પર વિચાર કરી રહ્યું છે, જેથી વ્યસ્ત કાર્યક્રમમાં સમયની બચત કરી શકાય. આઈસીસીની ક્રિકેટ સમિતિ 2023-2031 સિઝન માટે ટેસ્ટ મેચોને ઔપચારિક રૂપથી પાંચની જગ્યાએ ચાર દિવસ કરવા પર વિચાર કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ઈએસપીએનક્રિકફન્ફો' પ્રમાણે આ વિચારની પાછળ ઘણા કારણ છે, જેમાં આઈસીસી વધુ વૈશ્વિક સ્પર્ધાઓનું આયોજન કરવા ઈચ્છે છે અને બીસીસીઆઈએ પણ આ સત્રમાં વધુ દ્વિપક્ષીય મુકાબલાની માગ કરી છે. આ સિવાય વિશ્વભરમાં ટી20 લીગનો પ્રસાર થઈ રહ્યો છે અને પાંચ દિવસીય મેચની યજમાનીમાં થનારો ખર્ચ પણ સામેલ છે. 


જો 2015-2023 સત્રમાં ચાર દિવસીય ટેસ્ટ મેચ રમાઇ હોત તો રમતમાંથી 335 દિવસ બચી શક્યા હોત. ચાર દિવસીય ટેસ્ટ કોઈ નવો વિચાર નથી. આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડે ચાર દિવસીય ટેસ્ટ રમી હતી. આ પહેલા 2017માં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ પણ આવી મેચ રમી હતી. 


ICC Test Rankings: બેટ્સમેનમાં વિરાટ નંબર-1, ડિ કોકને થયો મોટો ફાયદો   


આ એવો મુદ્દો છે જેના પર રમત સાથે જોડાયેલા ભાગીદારો અલગ-અલગ દ્રષ્ટિકોણ રાખી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કેવિન રાબર્ટ્સને લાગે છે કે ચાર દિવસીય ટેસ્ટ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. રાબર્ટ્સે એસઈએન રેડિયોને જણાવ્યું, 'આ એવો મુદ્દો છે જેના પર અમારે આ સપ્તાહે ગંભીરતાથી વિચાર કરવો પડશે. આ મામલા પર ભાવનાઓમાંથી બહાર આવવું પડે, પરંતુ તેને તથ્યો પ્રમાણે જોવો જોઈએ. અમારે સમય અને ઓવરના સંદર્ભમાં તેને જોવાની જરૂર છે કે છેલ્લા પાંચ-દસ વર્ષોમાં ટેસ્ટ મેચોની લંબાઇ શું રહી છે.'


ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન પરંતુ આ વિચારથી વધુ ઉત્સાહિત નથી. તેમણે મેલબોર્નમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મળેલી જીત બાદ કહ્યું, 'જો તેમ હોત તો એશિઝ સિરીઝમાં અમને જે પરિણામ મળ્યા તે ન મળત. મને લાગે છે કે દરેક મેચ પાંચમાં દિવસ સુધી ચાલી હતી.'


મેરીકોમ-નિખત વિવાદ પર બોલ્યા કિરણ રિજિજૂ, કહ્યું- ભારતને બંન્ને પર ગર્વ  


પેને કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટને આ અલગ બનાવે છે, તે પાંચ દિવસની હોય છે અને માનસિક તથા શારીરિક રૂપથી મુશ્કેલ હોય છે. આ પ્રથમ શ્રેણીમાં ચાર દિવસીય મેચના મુકાબલે ખેલાડીઓની વધુ પરીક્ષા લે છે. મને લાગે છે કે લગભગ આ વિચારથી તેને આમ રાખવામાં આવ્યું છે, આશા છે કે તે યથાવત રહેશે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર