ICC ટૂર્નામેન્ટના હોસ્ટ કન્ટ્રીની જાહેરાત, પાકિસ્તાનમાં રમાશે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી
આઈસીસીએ કરેલી જાહેરાત અનુસાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ છે કે શું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે જશે.
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી એફટીપી (ફ્યૂચર ટૂર પ્રોગ્રામ 2024-2031) ના હોસ્ટ કન્ટ્રીની જાહેરાત કરી છે. 2024-2031 વચ્ચે કુલ 8 આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે. જેમાં 4 ટી20 વિશ્વકપ, 2 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને 2 50 ઓવર વિશ્વકપ ટૂર્નામેન્ટ સામેલ છે. આ 8 ટૂર્નામેન્ટ 12 જુદા-જુદા દેશોમાં રમાવાની છે. જેમાં સૌથી મોટી વાત છે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે.
પાકિસ્તાનમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી
આઈસીસીએ કરેલી જાહેરાત અનુસાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ છે કે શું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે જશે. મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા નથી. આ બંને દેશ દ્વિપક્ષીય સિરીઝ પણ રમતા નથી. ભારત અને પાકિસ્તાનની ટક્કર માત્ર આઈસીસી ઈવેન્ટમાં જ જોવા મળે છે.
આગામી આઈસીસી ઈવેન્ટ
આઈસીસીએ જાહેર કરેલી યાદી પ્રમાણે વર્ષ 2024, 2026, 2028 અને 2030માં આઈસીસી ટી20 વિશ્વકપનું આયોજન થવાનું છે. તો 2025 અને 2029માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. આ સિવાય 2027 અને 2031માં આઈસીસી 50 ઓવર વિશ્વકપ રમાશે.
T20 વિશ્વકપ-2022ની યજમાની કરશે ઓસ્ટ્રેલિયાના 7 શહેર, મેલબોર્નમાં 13 નવેમ્બરે ફાઇનલ
આઈસીસી 50 ઓવર વિશ્વકપ
આઈસીસી વિશ્વકપ 2027- સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા
આઈસીસી વિશ્વકપ 2031- ભારત અને બાંગ્લાદેશ
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025- પાકિસ્તાન
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી- 2029 ભારત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube