T20 વિશ્વકપ-2022ની યજમાની કરશે ઓસ્ટ્રેલિયાના 7 શહેર, મેલબોર્નમાં 13 નવેમ્બરે ફાઇનલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પ્રમાણે આગામી વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર વચ્ચે રમનાર ટૂર્નામેન્ટમાં 45 મેચ રમાશે, જેની યજમાની એડિલેડ, બ્રિસ્બેન, જીલાંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડની કરશે. 

T20 વિશ્વકપ-2022ની યજમાની કરશે ઓસ્ટ્રેલિયાના 7 શહેર, મેલબોર્નમાં 13 નવેમ્બરે ફાઇનલ

દુબઈઃ મેલબોર્ન, સિડની, બ્રિસ્બેન, પર્થ અને એડિલેડ સહિત સાત ઓસ્ટ્રેલિયાના શહેર આગામી વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર વચ્ચે આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપની યજમાની કરશે. જે બે અન્ય શહેરોમાં ટૂર્નામેન્ટની મેચનું આયોજન કરવામાં આવશે તેમાં જિલાંગ અને હોબાર્ટ સામેલ છે. તેમાં રાઉન્ડ એકની મેચ યોજાવાની સંભાવના છે. ફાઇનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) માં રમાશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અનુસાર, આગામી વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર વચ્ચે રમાનાર ટૂર્નામેન્ટમાં 45 મેચ રમાશે, જેની યજમાની એડિલેડ, બ્રિસ્બેન, જીલાંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડની કરશે.

સેમીફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડમાં ક્રમશઃ 9 અને 10 નવેમ્બરે રમાશે. જે દેશોએ સુપર-12 રાઉન્ડ માટે સીધુ ક્વોલિફાય કર્યું છે, તેમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે.

આ સિવાય અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ પણ સીધી સુપર 12માં જગ્યા બનાવી છે. નામીબિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ રાઉન્ડ રમવો પડશે. 

પ્રથમ રાઉન્ડની ચાર અન્ય ટીમોનો નિર્ણય બે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટથઈ થશે. તેમાં પ્રથમ ટૂર્નામેન્ટ ફેબ્રુઆરીમાં ઓમાનમાં જ્યારે બીજી જૂન-જુલાઈમાં ઝિમ્બાબ્વેમાં રમાશે. 

આ ટૂર્નામેન્ટના પ્રમુખ ક્રિસ ટેટલીએ કહ્યુ- અમે ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટૂર્નામેન્ટની વાપસીને લઈને ઉત્સાહિત છીએ અને પુરૂષ ટી20 વિશ્વકપ 2022 માટે સાત યજમાન શહેરોની જાહેરાત કરતા ખુશી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news