ICCએ અન્ડર-19 વિશ્વકપ માટે પસંદ કર્યાં અમ્પાયર અમે મેચ રેફરી, જુઓ લિસ્ટ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ દક્ષિણ આફ્રિકામાં 17 જાન્યુઆરીથી શરૂ થનારા ICC અન્ડર-19 વિશ્વ કપ માટે બુધવારે મેચ અધિકારીઓના નામની જાહેરાત કરી દીધી છે.
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ દક્ષિણ આફ્રિકામાં 17 જાન્યુઆરીથી શરૂ થનારા ICC અન્ડર-19 વિશ્વ કપ માટે બુધવારે મેચ અધિકારીઓના નામની જાહેરાત કરી દીધી છે. વિશ્વકપની પ્રથમ મેચ યજમાન દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જેમાં ન્યૂઝીલેન્ડના વેની નાઇટ અને શ્રીલંકાના રવિન્દ્ર વિમ્લાસીરિ અમ્પાયર હશે, જ્યારે રાશિદ રિયાઝ વકાર ટીવી અમ્પાયર હશે.
આ સિવાય ઈંગ્લેન્ડના અનુભવી અમ્પાયર ઇયાન ગોલ્ડ પણ અમ્પાયરિંગની ભૂમિકામાં હશે, જેમણે પાછલા વિશ્વકપ બાદથી નિવૃતી લીધી હતી. વિશ્વકપ દરમિયાન 12 વિભિન્ન દેશોના 16 અમ્પાયર પ્રથમ રાઉન્ડની પ્રત્યેક પાંચ મેચોમાં મેદાની અમ્પાયર હશે જ્યારે આઠ ટીવી અમ્પાયરની ભૂમિકામાં હશે.
આઈસીસીએ વિશ્વ કપ માટે ત્રણ મેચ રેફરિઓની પસંદગી કરી, જેમાં શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્રીમ લૈબ્રૂ, દક્ષિણ આફ્રિકાના શૈદ વાદવલા અને ઈંગ્લેન્ડના ફિલ વિટિકેસ સામેલ છે.
BBL: એક દિવસમાં બે હેટ્રિક, રાશિદ ખાન બાદ પાકિસ્તાની બોલર હારિસ રાઉફે કરી કમાલ
અધિકારી આ પ્રકારે છેઃ
અમ્પાયર્સ: રોલેન્ડ બ્લેક, અહેમદ શાહ પાકતીન, સેમ નોગજસ્કી, શફુદૌલા ઇબને શાહિદ, ઇયાન ગોલ્ડ, વેની નાઈટ, રાશિદ રિયાઝ વકાર, અનિલ ચૌધરી, પેટ્રિક બોન્ગાની જેલે, એકનો ચાબી, નિગેલ દુગુઇડ, રવિન્દ્ર વિમલાસિરી, મસુદુર રહેમાન, મુકુલ, આસિફ યાકુબ, લેસ્લી રેફર અને એડ્રિયન હોલ્ડસ્ટોક.
મેચ રેફરીઃ ગ્રીમ લેબ્રૂ, શૈદ વાદવલા, ફિલ વિટિકેસ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube